________________
અધ્યાત્મતત્ત્વાલક
[ સાતમુંઓછાં છ વર્ષો સફળ થાય, ત્યારે જ સાતમે વર્ષે સાતમી પડીમાં પ્રવેશ કરી શકાય. શિક્ષણગ્ય સ્વભાવ પણ આવશ્યકતા ધરાવે છે. તે વગર અભ્યાસમાં વધાયજ નહિ. બુદ્ધિના અભાવે છે ધેરણ પસાર કરી સાતમા ધોરણમાં આવવું એ તો દેખીતુંજ કઠિન છે. ગમે તેમ છ ધોરણ પૂરાં કરી સાતમા ધોરણમાં આવીને પણ તેમાં સફળ થવું, એ બુદ્ધિ, આરોગ્ય, વગેરે પૂર્વ કર્મની સમૃદ્ધિઓ ઉપરજ આધાર રાખે છે. એ વગર ( પૂર્વકર્મ વગર ) ફળસિદ્ધિ થાય જ નહિ ઉદ્યમને ( સતત સાવધાન અભ્યાસને ) માટે તો પૂછવું જ શું છે. કાલ, સ્વભાવ, ઉદ્યમ અને પૂર્વકર્મ એ ચારેને મેળાપ થયા છતાં પણ નિયતિને ( ભાવિભાવને ) જે પ્રકોપ હોય, તે ક્યાંથી અણધાર્યું વિદન આવી પડતાં ફળ મેળવી શકાતું નથી. આમ મેટીક્યુલેશનમાં ઉત્તીર્ણ થવા માટે પાંચ કારણોની જરૂર જોઈએ છે. વિશેષ એટલું જ કે પ્રથમનાં ત્રણ કારણ (કાળ, સ્વભાવ અને પૂર્વકર્મ) પાયે બાંધનાર તરીકે સાધક છે, જ્યારે પુરૂષાર્થ ચણતર ચણવારૂપ મુખ્ય કાર્ય બજાવે છે અને “ નિયતિ ” પ્રતિબધેકાભાવ તરીકે તટસ્થ સંરક્ષક સાધન છે.
ઉપરનાં બને ઉદાહરણથી એ પણ જાણી શક્યા છીએ કે પાંચ કારણોને કાયપરત્વે ગણ-મુખ્યભાવ પૃથક પૃથક્ છે. કોઇ સ્થળે કોઈની પ્રધાનતા, તે કઈ સ્થળે કોઈની પ્રધાનતા રહે છે. કાળની મર્યાદા પુરૂપાર્થ વગેરેથી બદલાવી શકાય છે. અન-ફળાદિને પાકતાં અમુક વખતની હદ નિયમિત નથી. એક દેશમાં જે ઝાડનું ફળ એક મહીને પાકે, તે ઝાડનું ફળ બીજા દેશમાં દશ દિવસે પાકે છે. અન્ય દેશમાં ય–દ્વારા ખેતીને પાક હિન્દુસ્તાનની અપેક્ષાએ જલદી તૈયાર કરી શકાય છે. હાથથી બનાવાતી વસ્તુમાં ઘણે વખત લાગે છે, જ્યારે યત્રધારા થડા વખતમાં તૈયાર કરી શકાય છે. પૂર્વકાળમાં કે જ્યારે રેલવે હતી, ત્યારે વીરમગામથી બનારસ પહોંચતાં મહીનાઓના મહીના લાગતા, જ્યારે વર્તમાન યુગમાં રે દ્વારા ત્રણ દિવસમાં પહોંચી શકાય છે. આ પ્રમાણે કાળની હદમાં પુરૂષાર્થ, સ્વભાવ વગેરેથી ફેરફાર કરી શકાય છે. પરંતુ સામાન્યતઃ થોડા ઘણા પ્રમાણમાં કાળની અપેક્ષા દરેક કાર્યની સિદ્ધિમાં જરૂર રહે છે. મૂળથી કાળને ઉડાવી દેવામાં કાર્યસિદ્ધિ થવી અસંભવિત છે. માટે કાળ સ્વતન્ત્ર નહિ, પણ પુરૂષાર્થ,
900