________________
પ્રકરણ.]. SPIRITUAL LIGHT. હેતાં નથી. તે પછી વિદ્યમાત્રથી હૉત્સાહ કેમ થઈ જવું જોઈએ છે. એક વારના ઉદ્યમથી કામ ન થાય, તો બીજીવાર ત્રીજીવાર એમ અનેક વાર ઉપાય કરતા રહેવું જોઈએ. જ્યારે છેવટ પ્રબળ ઉધમ કરતાં પણ કામ સિદ્ધ ન થાય, ત્યારે જ સમજવું કે આ કામ નિયતિના વાદળથી આ9ત છે.
ઉપર કહ્યું તેમ કાળ, સ્વભાવ વગેરે પાંચે પરસ્પર સાપેક્ષ છે. “ નિયતિ ” પણ વસ્તુસ્વભાવ સાપેક્ષ છે. આથી પાંચેની પરસ્પર સાપેક્ષ કારણુતા સિદ્ધ થાય છે.
ઉપરના સ્યાદ્વાદના પ્રકરણથી વાંચનાર સમજી શક્યા હશે કે વસ્તુને વિવિધ દૃષ્ટિબિન્દુઓથી અવલકવાની શિક્ષા આપનાર જૈનધર્મ ક્યાં સુધી વિશાળ છે? જૈનધર્મની જે જે. શિક્ષાઓ અને જે જે ઉપદેશે છે, તે બધાનું ચરમ સાધ્ય બિન્દુ-છેવટ ફળ, માત્ર રાગદ્વેષને વિલય થ એજ છે. અએવ જૈનધર્મના પ્રચારક મહાપુરૂષોએ તત્ત્વવિવેચન અને ઉપદેશ કરવામાં કોઈ પ્રકારને પક્ષપાત ન રાખતાં માત્ર મધ્યસ્થદષ્ટિ રાખી છે, એમ એઓના ગ્રન્થથી જોઈ શકીએ છીએ. એઓની એ પ્રથમ ભલામણું છે કે કોઈ પણ તત્ત્વમાર્ગને ગ્રહણ કરવા પહેલાં તેને શુદ્ધ હૃદયથી અને તટસ્થદૃષ્ટિએ ખૂબ વિચાર કરો !” કોઈ પણ દર્શનના સિદ્ધાન્તને એકદમ તોડી પાડવાની સંકુચિત વૃત્તિ તેઓના લેખમાં જણાતી નથી. ગમે તે સિદ્ધાન્તને સમન્વય (સંગત) કરવા તરફ તેઓનું પ્રથમ લક્ષ્ય રહેતું, એમ તેઓના ગ્રન્થ પુરવાર કરી આપે છે. જુઓ “ હરિભદ્રસૂરિ'-કૃત “શાસ્ત્રવાર્તાસમુચ્ચય'. આ ગ્રંથની અંદર સૃષ્ટિકર્તત્વની બાબતમાં કેવી ઉદારતાથી લખવામાં આવ્યું છે.
ત્યાર પછી તે ગ્રન્થમાં કપિલના પ્રકૃતિવાદની સમીક્ષા આવે છે. સાંખ્યમતાનુસારી વિદ્વાનેએ પ્રકૃતિવાદની જે વિવેચના કરી છે, તેમાં અસતિષ જાહેર કરીને પ્રકૃતિવાદમાં કપિલનું શું રહસ્ય સમાયેલું છે, એ વાતનું પ્રતિપાદન કરતાં છેવટે આચાર્ય કહે છે કે
૧ આ હકીકત દ્વિતીય પ્રકરણના ૧૭મા શ્લોકના વિવરણમાં ૨૫૬ મા પૃષ્ઠમાં ફટ રીતે બતાવવામાં આવી છે.
808