________________
પ્રકરણ . SPIRITUAL LIGHT. કરતા નથી. એઓ મેક્ષ તરફ તેવા ઉદાસીન હોય છે કે જેવા, નાલિકરદ્વીપમાં રહેનારાઓ-નાળિયેર ઉપરજ જીવન ચલાવનારાઓ અન્ન ઉપર ઉદાસીન હોય છે. મધ્યમ.
જેઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થોને માને છે, પરતુ પરમ તત્વ તો મોક્ષને જ સમજે છે, અને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રબળ ઉત્કંઠા ધરાવે છે, આમ છતાં પણ પ્રોઢ સત્ત્વના અભાવના કારણથી તથાવિધ પ્રતિબન્ધકને લઈને મોહમમત્વને નહિ છોડી શકવાથી ગૃહસ્થ-દશામાં રહીને ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષાર્થોનું યોગ્ય રીતે સાધન કરે છે, તેઓ મધ્યમ નામના ચોથા વર્ગમાં પ્રાપ્ત થાય છે. ઉત્તમ.
જેઓ મોક્ષને જ માટે પ્રયત્ન કરે છે, જેઓ ક્રોધાદિ કષાયોને ક્ષય કરવા સતત ઉઘુક્ત છે અને જેઓનું હૃદય વૈરાગ્યરંગથી ખૂબ રંગાયેલું છે, એવા કાંચન-કામિન્યાદિથી સર્વથા મુક્ત સંસારવિરક્ત ઋષિ મહાત્માઓ ઉત્તમ કહેવાય છે. ઉત્તમોત્તમ
સકલ કર્મોથી નિમુક્ત થયેલ, સંસારમહાસાગરપારંગત. પરમ વીતરાગ, કેવલજ્ઞાનથી સમસ્ત કાલેકને કરકમલામલકત અવલોકન કરનાર અને પૂર્ણ બ્રહ્મપ્રકાશરૂપ પરમાત્માઓ ઉત્તમોત્તમ કહેવામાં આવે છે.
એ આપણે જોયું કે ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર પુરૂષાર્થોના ભેદને લઈ પુરૂષોના (મનુષ્યના) છ વિભાગો પડે છે. આ ચાર પુરૂષાર્થો પૈકી પ્રથમ ધર્મ પુરૂષાર્થ બહુ અગત્યનું છેએનાથી જ મોક્ષ ના માર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. અહીં એ પ્રસંગતઃ સમજવું જરૂરનું છે કે ધર્મ બે પ્રકારનો છે એક ધર્મ, વીતરાગરૂપ છે અને બીજે ધર્મ, પુપાર્જનરૂપ છે. પુણ્યોપાર્જ નરૂપ ધર્મ, અર્થ અને કામનું મૂળ કારણું છે, જ્યારે વીતરાગરૂપ ધર્મ, મોક્ષનું મુખ્ય કારણ છે. પુણ્યોપાજનરૂપ ધર્મ, અર્થ અને કામને સાધી આપવા ઉપરાંત, મેક્ષના સાધનભૂત વીતરાગરૂપ ધર્મને પ્રાપ્ત કરવામાં પણ સહાયક થાય છે.
ધર્મના-ઉપર્યુક્ત પુણ્યોપાર્સનરૂપ અને વીતરાગરૂપ ધર્મ-એ બે - ૧૦૪,
82