Book Title: Adhyatma Tattvalok
Author(s): Motichand Jhaverchand Mehta
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 973
________________ પ્રકરણ ! SPIRITUAL LIGHT: તરફ નજર નહિ કરતાં પિતાના જ સુખમાં ઉદ્યમશીલ છે, એવા નર્ટ, ઈન્દ્રજાળી, જુગારી તસ્કર, વેશ્યા વગેરે નીચ માણસે, તથા ઉંચજાતિમાં આવ્યા છતાં નાસ્તિકતાના પંજામાં ફસાઈને પુણ્ય, પાપ, પરલકને નહિ માનનારાઓ પણ અધમ નામના બીજા વર્ગમાં દાખલ થાય છે. - અહીં આપણે એ જોયું કે નાસ્તિક લેકે પણ (ભલે ઉંચા કુળના હેય ) અધમની પંક્તિમાં ગણાય છે. પરંતુ નાસ્તિક કોને કહેવો ? અથવા નાસ્તિક કોણ હોઈ શકે ? એ તટસ્થ બુદ્ધિથી વિચારવા : જેવી બાબત છે. ઘણી વખતે કેટલાકે પોતાનો ધર્મ નહિ માનનારાએને “ નાસ્તિક ” કહી દે છે, પરંતુ એ વ્યાજબી નથી. વેદધર્મને નહિ માનનારાઓને જે “ નાસ્તિક ” કહેવામાં આવે, તે તેઓ વેદધર્મવાળાઓને કાં “નાસ્તિક નહિ કહે છે. બદ્ધ ધર્મવાળાઓ એમ કહેશે કે- . “નાસ્તિો વૌનિક્યૂ: '– બૌદ્ધધર્મ નહિ માનનારાઓ નાસ્તિક છે , ત્યારે જેને કહેશે કે– નારિતો જૈનનિવાર – જૈન ધર્મને નહિ માનનારાઓ નાસ્તિક છે ?, સાંખે કહેશે કે- જાતિ : સાંનિન્દ્ર: ". સાંખ્યમતને નહિ માનનાર નાસ્તિક છે, ” અતવાદિઓ કહેશે કેના7િËતનિ: – અદ્વૈતવાદને નહિ મંજૂર કરનાર નાસ્તિક છે ', ન્યાયદર્શનવાદી કહેશે કે- નાસ્તિો ચાનિ: – ન્યાયદર્શનના સિદ્ધાન્તને નહિ સ્વીકારનાર નાસ્તિક છે. –આમ બધાએ એક બીજાને “નાસ્તિક કહેવા માં ખડા નહિ થાય ?; અને જ્યારે આમ એક બીજાને નાસ્તિક કહેવામાં આવે, તે દુનિયામાં કોઈ, આસ્તિક કહેવાઈ શકશે ખરો ?, નહિ જ, એક બીજાની દૃષ્ટિએ બધાએ નાસ્તિક થઈ જવાના. - પૂર્વોક્ત હકીકત ઉપરથી ખ્યાલ બાંધી શકાય છે કે હિન્દુસ્તાનમાં વિચારોની સંકીર્ણતા કેટલી બધી વધી ગઈ છે. હિન્દુઓ મુસલમાનોને મ્યુચછ કહે, ત્યારે મુસલમાને કહે કે-હિન્દુ સાલે કાફિર હૈ. આ કેવી શોચનીય સ્થિતિ છે. આર્યો એમ સમજે કે અમેજ આયા છીએ, બાકીના બધા અનાય છે અને સત્સંગિઓ એમ માને કે અમેજ સત્સંગી છીએ, બાકીના સર્વ કુસંગી છે, તે એ કેટલી બધી હૃદયની સંકીર્ણતા કહી શકાય ?. ઉપર્યુક્ત ભેદભાવ અને તેને લઈને થતી છિન્ન-ભિન્નતા, એજ. દેશનું પરમ દુર્ભાગ્ય છે. સુવિચારક પુરૂષો આવા ભયંકર ભેદભાવથી 819

Loading...

Page Navigation
1 ... 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992