________________
અધ્યાત્મતત્વાક. [ સાતમુંછે. એ માટે કર્મની પ્રઢતાના સંબંધમાં તે કહેવું જ શું છે. કર્મનું પ્રાબલ્ય સહુ કોઈને જાણીતું છે. ઉદ્યમની મહત્તા. - ઉદ્યોગ કહો, ઉદ્યમ કહ, પુરૂષાર્થ કહે, પ્રયત્ન કહે એ બધું એકજ છે. ઉદ્યમની મહત્તા પણ સર્વવ્યાપક છે. કેવલ કર્મને જ પ્રધાન માનનારે વિચારવું જોઈએ છે કે કર્મને ઉત્પન્ન કરનાર કેણ, કર્મને ઉદયમાં લાવનાર કોણ?, અશુભ કર્મોને શુભ અને શુભ કર્મોને અશુભ બનાવનાર કેણ . વિચાર કરતાં જણાશે કે તે ઉદ્યમ જ છે. કર્મની ગતિ જ્યાં નથી ચાલતી, ત્યાં ઉદ્યમની ધજા ફરહરે છે. કર્મનું કામ સંસારમાં રખડાવવાનું છે, ત્યારે ઉદ્યમ કર્મોની હામે લડત ચલાવી કર્મ કટકને ધ્વસ્ત કરી આત્માને મુક્તિના મંદિરમાં લઈ જાય છે. કૈવલ્યજ્ઞાનને પ્રકટાવવામાં કર્મ કારણ નથી, પણ ઉદ્યમજ કારણ છે. આ બધી બાબતે ઉપરથી કર્મના મહત્વ તરફ એકાન્ત દૃષ્ટિએ પક્ષપાત રાખનારાઓએ પિતાને તે ભ્રમ દૂર કરી દેવો જોઈએ. કેવલ કર્મવાદી બનનાર ફળથી વંચિત રહી દુર્ભાગ્યના પંજામાં ફસાઈ જાય છે, અને જિન્દગીને પાયમાલ કરે છે.
જે કે પુરૂષાર્થને કાલ, સ્વભાવ વગેરેની અપેક્ષા પડે જ છે, તે પણ વિજય આપવામાં તે એક છે. વર્તમાન યુગમાં જે ધોળે નિકળી છે, તે પુરુષાર્થને જ અભારી છે, ટેલીગ્રાફ, વાયરલેસ-ટેલીગ્રાફ, ફેનેગ્રાફ, મેટર, રેલવે, વિમાન અને નવાં નવાં કારખાને તથા શસ્ત્ર વગેરેને જે આવિષ્કાર થયો છે, તે પુરૂષાર્થના ભોગે થયે છે. જે પ્રજાએ પુરૂષાર્થને ફેરવ્યું છે, તે પ્રજા ઐશ્વર્યસત્તા ભોગવી રહી છે અને જે પ્રજા પુરૂષાર્થવાદને ધિકકારે છે, તે અધોગતિમાં સડતી જતી જોવાય છે. એ માટે પુરૂષાર્થની મહત્તામાં વધારે કહેવાનું રહેતું જ નથી. નિયતિની પ્રાઢતા.
નિયતિ” એટલે ભાવિભાવ, યા ભવિતવ્યતા. બનવાને બનાવ મટી શકે તેમ હોયજ નહિ, એ નિયતિને પ્રભાવ છે. વરસાદ, પવન વગેરેની પૂરી અનુકૂળતાથી ખેતી પાકીને તૈયાર થઈ, પણ હિમ પડવાથી યા તોડનાં ઝુંડ આવી પડવાથી અથવા બીજા કોઈ અનિવાર્ય ઉપદ્રવથી ખેતી નષ્ટ થાય છે, તે ભાવિભાવનું પરિણામ છે. શેધળને વિદ્વાન કેઈ નવા
798