________________
અધ્યાત્મતત્ત્વાલક, [ સાતમુંન પાડવામાં નાની સાધુતા છે. મધ્યસ્થ પુરૂષ સર્વ નને જૂદી જુદી દષ્ટિએ માન આપી તત્ત્વક્ષેત્રની વિશાલ સીમાને અવકન કરે છે. અને એથી જ એને રાગદ્વેષની નડતર નહિ થતી હોવાથી આત્માની નિર્મલ દશા મેળવવા તે ભાગ્યવાન થઈ શકે છે.'
સ્યાદ્વાદ” યા “નયવાદ”ની પુષ્ટિમાં એક વિશેષ હકીકત અહીં નોંધવી જરૂરની સમજાય છે.
એ તે સુવિદિતજ છે કે સમગ્ર સમગ્રી સિવાય કોઈ પણ કાર્ય ઉત્પન્ન થઈ શકતું નથી. મોક્ષ પણ સમગ્ર સામગ્રીના સમવધાનમાંજ આવિભૂત થઈ શકે છે. જૈન શાસ્ત્રકારો, કાર્ય સિદ્ધિના સાધનતરીકે સામાન્યતઃ જે સામગ્રી જોઈએ, તેને પાંચ વિભાગમાં બતાવે છે-કાલ, સ્વભાવે, કર્મ, પુરૂષાર્થ અને નિયતિ.
કાલની અગત્ય શી રીતે છે, તે જોઇએ
કરેલાં શુભાશુભ કર્મો તરત ઉદયમાં આવતાં નથી, કિન્તુ કર્મોને પરિપાક થયા પછી જ તેનું ફળ ઉદયપ્રાપ્ત થાય છે. આ માટે તે કર્મને પણ કાળની અપેક્ષા છે. પુરૂષાર્થ ગમે તેટલ કરવા છતાં પણ જે કાર્યો તત્કાળ સિદ્ધ થઈ શકે તેમ હોતાં નથી, તે કાર્યોની સિદ્ધિ માટે સાધનભૂત બનેલા પુરૂષાર્થને કાળનું અવલંબન લેવું જ પડે છે. આંબે વાવ્યો કે તરત જ ફળ ઉત્પન્ન થતું નથી, આગબોટ હંકારી કે તરતજ તે ગન્તવ્ય સ્થળે પહોંચતી નથી, એ સ્પષ્ટ છે, એ માટે પુરૂષાર્થને કાળના મદદની પૂર્ણ જરૂર રહે છે, કેરીની ગેટલીમાં આંબે બનવાને બરાબર સ્વભાવ રહ્યો છે, અને ઉદ્યમ વગેરે બધાં સાધન ઉપસ્થિત છે, પણ કાળની મર્યાદા પ્રાપ્ત થયા વગર તે ગેટલી આંબે. બની શકતી નથી; એ માટે સ્વભાવને પણ કાલની દરકાર છે. શિયાળા
૧ નયને વિષય ગંભીર છે. આની અંદર જૂદી જૂદી વ્યાખ્યાઓ ઘણું સમાયેલી છે. ઉમાસ્વાતિ મહારાજકૃત તત્ત્વાર્થસૂત્ર અને યશોવિજય ઉપાધ્યાયત નયપ્રદીપ, નોપદેશ ન રહસ્ય વગેરે તથા અન્ય અનેક ગ્રન્થથી આ વિષય વધુ સ્પષ્ટ રીતે સમજી શકાશે.”
_796