________________
અધ્યાત્મતત્વાક [ સાતમુંકહે છે કે–આત્મા શરીરથી વસ્તુતઃ જમૂદે હોવા છતાં, તેને શરીરથી તદ્દન ભિન્ન ન માન જોઈએ, કારણ કે તેમ માનવામાં, તદ્દન ભિન્ન એવાં બે મનુષ્યનાં શરીર પિકી એકને આઘાત લાગવાથી બીજાને જેમ વેદનાને અનુભવ થતો નથી, તેમ શરીર પર આઘાત લાગવા છતાં, આત્માને વેદનાને અનુભવ થવો ન જોઈએ ! અને થાય છે ખરો, એ આબાલ-ગોપાલ પ્રતીત છે. આ માટે આતમા અને શરીરને કાઈક અંશે અભેદ પણ માનવો ઘટે છે, અર્થાત શરીર અને આત્મા એ ભિન્ન વસ્તુ હોઈ કરીને પણ કથંચિત અભિન્ન પણ કહી શકાય છે. આ સ્થિતિમાં જે દષ્ટિએ આત્મા અને શરીર ભિન્ન છે, તે, અને જે દષ્ટિએ આત્મા અને શરીરને અભેદ છે, એ બંને દૃષ્ટિઓ ન કહેવામાં આવે છે.
જે અભિપ્રાય, જ્ઞાનથી મોક્ષપ્રાપ્તિ બતાવે છે. તે “જ્ઞાનનય છે. જે અભિપ્રાય, ક્રિયાથી મોક્ષસિદ્ધિ કળે છે, તે “ ક્રિયાનય” છે. આ બંને અભિપ્રાય ન છે.
જે દષ્ટિ, વસ્તુની તાત્વિકસ્થિતિ અર્થાત વસ્તુના મૂળ સ્વરૂપને સ્પર્શ કરનારી છે, તે “નિશ્ચયનય” અને જે દૃષ્ટિ વસ્તુની બાહ્ય અવસ્થા તરફ લક્ષ ખેંચે છે, તે “વ્યવહારનય” છે. નિશ્ચય નય એમ બતાવે છે કે આત્મા (સંસારી જીવ ) શુદ્ધ-બુદ્ધ-નિરંજન સચ્ચિદાનંદમય છે,
જ્યારે વ્યવહારનય આત્માને કર્મબદ્ધ અવસ્થામાં મેહવાન-અવિદ્યાવાન બતાવે છે. આવી રીતનાં નિશ્ચય-વ્યવહારનાં અનેક ઉદાહરણ છે.
અભિપ્રાય બતાવનાર શબ્દ, વાક્ય, શાસ્ત્ર કે સિદ્ધાન્ત એ બધું નય’ કહી શકીએ. ઉપર બતાવેલા નો પિત પિતાની મર્યાદામાં રહેતા માનનીય છે. પરંતુ એક બીજાને અસત્ય ઠરાવવા તત્પર થાય, તો તેઓ બધા અમાન્ય ઠરે છે. જેવી રીતે કે- જ્ઞાનથી મુકિત બતાવનાર સિદ્ધાન્ત, અને ક્રિયાથી મુકિત બતાવનાર સિદ્ધાંત એ બંને સ્વપક્ષનું મંડન કરતાં યદિ એક બીજાના પક્ષના ખંડમાં ઉતરે, તે તે તિરસ્કારપાત્ર છે, એમ ચોખ્ખી રીતે સમજી શકાય છે. એ પ્રમાણે ઘટને અનિત્ય અને નિત્ય બતાવનાર સિદ્ધા, તથા આત્મા અને શરીરનો ભેદ તથા અભેદ બતા
૧ મહામલિન અવસ્થામાં પણ કારણ કે આત્મા મૂળરૂપે તે સચ્ચિદાન્દમયજ છે.
792