________________
પ્રકરણ ] SPIRITUAL LIGHT. નાર સિદ્ધાનો, યદિ એક બીજા પર આક્ષેપ કરવામાં ઉતરે, તે તે અમાન્ય ઠરે છે.
સમજી રાખવું જોઈએ કે નય આંશિક (અર્શતઃ) સત્ય છે; અને આંશિક સત્યને સંપૂર્ણતયા સત્ય માની શકાય નહિ, એ દેખીતું છે. આત્માને અનિત્ય માનવો, એ સર્વ અંશે સત્ય કહેવાય નહિ. જે સત્ય, એટલે અંશે હેય, તે સત્ય તેટલે અંશે માનવું, એજ યુક્ત ગણી શકાય છે.
વસ્તુતઃ “ન કેટલા છે ?' એ ગણના થઈ શકે તેમ નથી. અભિપ્રાયો કે વચનપ્રયોગ જ્યારે ગણનાથી બહાર છે, તે ને તેથી જૂદા ન હોવાથી તેની ગણના હેઈ શકે નહિ. આમ છતાં મુખ્યતયા નયના બે ભેદ બતાવ્યા છે–દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. મૂળ પદાર્થને “ દ્રવ્ય ” • કહેવામાં આવે છે. જેવી રીતે ઘટની માટી. મૂળ દ્રવ્યને પરિણામ
પર્યાય ” કહેવામાં આવે છે. માટી અથવા કઈ પણ મૂળ પદાર્થને લગતો જે ફેરફાર થાય છે, તે બધો “ પર્યાય ' સમજ. “કવ્યાર્થિક” નય એટલે મૂળ પદાર્થ પર લક્ષ્ય આપના અભિપ્રાય અને “પર્યાયાર્થિક” નય એટલે પર્યાયને લક્ષ્ય કરનારે અભિપ્રાય. દ્રવ્યાર્થિક નય સમસ્ત પદાર્થોને નિત્ય માને છે. જેમકે-ઘડે મૂલદ્રવ્ય-કૃત્તિકારૂપે નિત્ય છે. પર્યાયાર્થિક નય સમસ્ત પદાર્થોને અનિત્ય માને છે, કેમકે સર્વ પદાર્થોમાં પરિવર્તન થતુ રહ્યા કરે છે. એ અનિત્યત્વ, પરિવર્તન થવા પૂરતું સમજવું, કારણ કે સમૂળ નાશ કે બિલકુલ અપૂર્વ ઉત્પાદ, કઈ વસ્તુને છે જ નહિ.
પ્રકારાન્તરથી નયના સાત પ્રકારે દર્શાવ્યા છે–નગમ, સંગ્રહ, વ્યવહાર, જુસર, શબ્દ, સમભિરૂઢ અને એવદ્ભુત.
નિગમ નિગમ” એટલે સંકલ્પ-કલ્પના. એ કલ્પનાથી થત વસ્તુવ્યવહાર નિગમ ” કહેવાય છે. એના ત્રણ પ્રકારે છે-“ભૂત નૈિગમ', “ ભવિષ્યનૈગમ ” અને “વર્તમાનનૈગમ.” થઈ ગયેલી વસ્તુને વર્ત
* “ જાવરા વાળના તાવજયા રેવ હૃતિ નવાચા ” |
–સમ્મતિસૂત્ર,” “સિદ્ધસેન દિવાકર. 798.