________________
અધ્યાત્મતત્ત્વાલેક [ સાતમુંએકને “સકલાદેશ” કહેવામાં આવે છે, જ્યારે બીજી સપ્તભંગી “વિકલાદેશ” છે. “અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ છે” એ વાક્યથી અનિત્ય ધર્મની સાથે રહેતા ઘટના બીજા તમામ ધર્મોને બોધન કરવાનું કામ
સકલાદેશ” નું છે. “સકલ’ એટલે તમામ ધર્મોને, “આદેશ” એટલે કથન કરનાર, એ “ સકલાદેશ ” છે. એને “ પ્રમાણુવાક્ય ” કહેવામાં આવ્યું છે, કેમકે પ્રમાણ, વસ્તુના તમામ ધર્મોને વિષય કરનારું હોય છે. અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ છે, એ વાક્યથી ઘટના માત્ર અનિત્ય ધર્મને બતાવવાનું કામ “વિકલાદેશ” નું છે. “વિકલ” એટલે અપૂર્ણ અર્થાત અમુક વસ્તુધર્મને, “અદેશ ” એટલે કથન કરનાર એ વિકલાદેશ” છે. વિકલાદેશને “નયવાક્ય ” માનવામાં આવ્યું છે. “નય’ એ પ્રમાણુનો અંશ છે. “પ્રમાણુ સપૂર્ણ વસ્તુને ગ્રહણ કરે છે, જ્યારે “નય” તેમાંના અંશને ગ્રહણ કરે છે.
એ દરેક સમજી શકે છે કે-શબ્દ યા વાક્યનું કામ અર્થને બંધ કરાવવાનું હોય છે. વસ્તુનું સંપૂર્ણ પ્રકારે જે જ્ઞાન, તે પ્રમાણ અને તે જ્ઞાનને પ્રકાશમાં મૂકનારૂં જે વાક્ય, તે “ પ્રમાણવાય” કહેવાય છે. વસ્તુના અમુક અંશનું જે જ્ઞાન તે નય, અને તે અમુક અંશના જ્ઞાનને પ્રકાશમાં મૂકનારૂં જે વાક્ય, તે “નયવાક્ય’ કહેવાય છે. આ પ્રમાણવાકર્યો અને નયવાક્યોને સાત વિભાગમાં વહેંચવાં, એ “સપ્તભંગી ” છે.*
હવે “નયાનું બહુ ટૂંકમાં દિગ્દર્શન કરી લઈએ –
નય,
એક જ વસ્તુ પરત્વે જૂદી જૂદી દૃષ્ટિએ ઉત્પન્ન થતા જૂદા જૂદા યથાર્થ અભિપ્રાયો “નય” કહેવામાં આવે છે. એકજ મનુષ્યને જુદી જૂદી અપેક્ષાએ કાકે, મામો, ભત્રીજો, ભાણેજ, ભાઈ, પુત્ર, પિતા, સસરા અને જમાઈ તરીકે જે માનવામાં આવે છે, તે “નય” સિવાય બીજું
* આ વિષય અત્યન્ત ગહન છે. ખૂબ વિસ્તારવાળે છે. “સપ્તભીતરંગિણી' નામના જૈનતર્કગ્રન્થમાં આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. “સમ્મતિપ્રકરણ વગેરે જૈનન્યાયશાસ્ત્રમાં આ વિષયને ઉંડાણથી ચર્ચવામાં આવ્યો છે.
790