________________
- અધ્યાત્મતત્ત્વાલેક: * સાતમુંસપૂર્ગદષ્ટિના વિચારના પરિણામે કહેવાયું હોય, તે તે યથાર્થ નથી, કારણ કે ઘડો (કોઈ પણ વસ્તુ ) સપૂર્ણ દૃષ્ટિએ વિચારતાં અનિત્ય હોવાની સાથે નિત્ય પણ કરે છે. કદાચિત તે કથન અમુક દષ્ટિએ કહે વાયું હોય, તે તે વાકયમાં “ તે કથન અમુક દૃષ્ટિએ છે ” એમ સૂચન કરનાર કોઈ શબ્દ મૂક જોઈએ છે. એ વગર તે જવાબ અધુરે કહી શકાય છે. આ ઉપરથી સમજનાર સમજી શકે છે કે–વસ્તુનો કોઈપણ ધર્મ બતાવ હોય, તે એવી રીતે બતાવવો જોઈએ કે તેના પ્રતિપક્ષ ધર્મની તે વસ્તુમાંથી બેઠક ઉડી જવા ન પામે, અર્થાત કોઈપણ વસ્તુને નિત્ય બતાવતાં એ કાઈ શબ્દ મૂક જોઈએ કે જેથી તે વસ્તુમાં રહેલા અનિત્યત્વ ધર્મને અભાવ સૂચિત થવા પામે નહિ, તેમજ કોઈપણ વિસ્તુને અનિત્ય બતાવવામાં એવો શબ્દ જોડવો જોઈએ કે જેથી તે વસ્તુમાં રહેલા નિયત્વે ધર્મનું તેમાં ન હોવાનું સૂચિત થાય નહિ. આ શબ્દ સંસ્કૃત ભાષામાં “ચા” છે. “સ્થા” શબ્દનો અર્થ–“ અમુક અપેક્ષાએ ” એવો થાય છે. “રાત” શબ્દ, અથવા તેના અર્થવાળોસંસ્કૃતભાષાને ‘યંચિત્ શબ્દ, કાં તો “ અમુક અપેક્ષાએ ” એ વાક્ય જોડીને “ચાનિત્ય ga ઘર: _“અમુક અપેક્ષાએ ઘટ અનિત્યજ છે ” એમ વિવેચન કરવામાં, ઘટમાં અમુક અન્ય અપેક્ષાએ રહેલા નિત્યત્વ ધર્મને બાધ પહોંચે નહિ. આ ઉપરથી વસ્તુસ્વરૂપને અનુસરતા કેવા શબ્દપ્રયોગો કરવા જોઈએ, એ ખ્યાલમાં રાખવાનું પ્રાપ્ત થાય છે. જૈનશાસ્ત્રકારે વસ્તુના પ્રત્યેક ધર્મના વિધાન અને નિષેધને લગતા શબ્દપ્રયોગે સાત પ્રકારે હોવાનું દર્શાવે છે. ઉદાહરણ તરીકે ધટી ને લઈએ, અને એના “અનિત્ય” ધમ તરફ દૃષ્ટિપાત કરીએ–
પ્રથમ શબ્દપ્રગ–“ઘટ અનિત્ય છે, એ ચોક્કસ છે, પરંતુ અમુક અપેક્ષાએ.” આ વાક્યથી, ઘટમાં અમુક દષ્ટિએ અનિત્યધર્મનું મુખ્યત્વેન વિધાન થાય છે.
૧ એ રીતે “અસ્તિત્વ' વગેરે ધર્મોમાં પણ સમજી લેવું. | * ૨ “ચાત્ શબ્દ કે તેના અર્થવાળો બીજો શબ્દ જોડયા વગર પણ વિચનવ્યવહાર થતો જોવાય છે. પરંતુ વ્યુત્પન્ન પુરૂષને સર્વત્ર અનેકાન્તદષ્ટિનું અનુસન્ધાન રહ્યા કરે છે. -
788.