________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT.
સપ્તભંગી.
ઉપર જોઈ ગયા છીએ કે- સ્યાદ્વાદ એક જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ અસ્તિત્વ-નાસ્તિત્વ, નિત્ય-અનિત્યત્વ વગેરે અનેક ધર્મો હેવાનું કથે છે. આ ઉપરથી સમજી શકાય છે કે-વસ્તુસ્વરૂપ જેવા પ્રકારનું હોય, તેવી રીતે તેની વિવેચના કરવી જોઈએ. વસ્તુસ્વરૂપની જિજ્ઞાસાવાળા કેઈએ પ્રશ્ન કર્યો કે “ ઘડે અનિત્ય છે ? ” આ પ્રશ્ન ઉપર સમાધાન કરનાર માત્ર એમ જ કહે કે- ઘડે અનિત્યજ છે ” તે એ કથન કાં તે યથાર્થ નથી, કાં તે અધુરૂં છે, કેમકે તે કથન યદિ
સ્યાદ્વાદને અર્થતઃ માન આપે છે. છેવટે ચાર્વાકને પણ સ્યાદ્વાદની આજ્ઞામાં બંધાવું પડયું છે. જેમકે-પૃથ્વી, જલ, તેજ અને વાયુ એ ચાર તો સિવાય પાંચમું તત્ત્વ ચાર્વાકને મંજૂર નથી, એથી એ ચાર તત્વોથી પ્રાદુર્ભત થતું ચૈતન્ય, તે ચાર તત્ત્વોથી અલગ તે ચાર્વાકથી માની શકાય નહિ. અગર ચિતન્યને પૃથિવ્યાદિપ્રત્યેકતત્વરૂપ માને, તે પણ ઘટાદિ પદાર્થોને ચેતન બનવાને દોષ ચાર્વાકની દૃષ્ટિથી બહાર નથી, અતએ ચાર્વાકનું કહેવું એમ છે, અગર ચાર્વાકે એમ કહેવું જોઈએ કેચૈતન્ય, પૃથિવ્યાધિઅનેકતસ્વરૂપ છે. આવી રીતે એક ચૈતન્યને અનેક વસ્તુરૂપ-અનેકતવાત્મક માનવું એ સ્યાદ્વાદની મુદ્રા છે.
જૂદા જૂદા નયની વિવક્ષાથી ભિન્ન ભિન્ન અર્થને પ્રતિપાદન કરનાર વેદ-સર્વ તન્નાને માનનીય એવા સ્યાદ્વાદને વખોડી શકે નહીં.”
૧ આવી રીતે માનવાથી પણ આત્માની ગરજ સરતી નથી, એ ધ્યાનમાં રાખવું. એ વિષે આત્મસિદ્ધિના ગ્રન્થો જેવા. સ્યાદ્વાદના સંબં ધમાં ચાર્વાકની સમ્મતિ લેવી કે નહિ, તે વિષે હેમચન્દ્રાચાર્ય વીતરાગતેત્રમાં આ પ્રમાણે કથે છે–
" सम्मतिर्विमतिपि चार्वाकस्य न मृश्यते ।
परलोकाऽऽत्ममोक्षषु यस्य मुह्यति शेमुषी " ॥
અર્થાત –સ્યાદ્વાદના સંબધમાં ચાર્વાક, કે જેની બુદ્ધિ પરલોક, -આત્મા અને મોક્ષમાં મૂઢ બની છે, તેની સમ્મતિ કે વિમતિ ( પસંદગી કે નાપસંદગી ) જોવાની જરૂર નથી.
730.