________________
- અધ્યાત્મતત્ત્વાકે [ સાતમુંમિલિત, મનરહિત છે અને મનસ્વી, પુરાણું છે અને નવીન, આવા ઈશ્વરને હૃદયમાં ધ્યાવું છું.
મુક્તિ જનાર પરમાત્મા, જેવા શારીરિક આસનમાં અહીં પૃથ્વીપીઠપર મૃત્યુ પામ્યા હોય, તેવા આસનના સ્વરૂપમાં તેમનો આત્મા મુકિતમાં ઉપસ્થિત થાય છે. આ દૃષ્ટિએ ઈશ્વર “ સાકાર ” છે અને કોઈ પણ પ્રકારનું રૂપ કે મૂતતા નહિ હોવાથી તે “ નિરાકાર ” છે. જ્ઞાનાદિ ગુણના સ્વરૂપને આશ્રીને રૂપી છે અને મૂર્ત ( પગલિક ) રૂપને આશ્રીને તે અરૂપી છે. અનન્ત જ્ઞાન, દર્શન, આનન્દ વગેરે ગુણોથી તે “ ગુણી ” છે અને સત્વ, રજ, તમ ગુણોના અત્યન્તાભાવથી “ અગુણી ” છે. જ્ઞાનથી * વિભુ ” છે અને આત્મપ્રદેશથી “ અવિભુ ' છે. જગતથી નિરાળા હોવાથી “ ભિન્ન ” છે અને કાકાશમાં અનન્ત જીવો અને પુદ્ગલે સાથે સંસર્ગવાન હોવાથી “ મિલિત” છે. વિચારરૂપ મન ન હોવાથી “અમનસ્ક” છે અને શુદ્ધ આત્મગિરૂપ ભાવમન હોવાથી “મનસ્વી” છે * “ પ્રથમ સિદ્ધ કેણુ થયો ? ” એને પતે નહિ હોવાથી સમુચ્ચયથી સિદ્ધ ભગવાન “ પુરાણ” છે અને વ્યક્તિની અપેક્ષાએ દરેક ભગવાન “ નવીન” ( સાદિ ) છે. - “સ્યાદ્વાદ' દૃષ્ટિએ ઈશ્વરનું સ્વરૂપ જોયું “ સ્યાદ્વાદ” એ જેન દર્શનને અટલ સિદ્ધાન્ત છે. એ સિદ્ધાન્ત બહુજ વિરતૃત અને ગંભીર છે, છતાં ટૂંકમાં તે અહીં જોઈ જ જરૂર છે. સ્યાદ્વાદ,
વસ્તુને જુદા જુદા દષ્ટિબિન્દુથી અવલોકન કરવું કે કથન કરવું, એ “સ્યાદ્વાદ” ને અર્થ છે. એક જ વસ્તુમાં અમુક અમુક અપેક્ષાએ જુદા જુદા ધર્મોને સ્વીકાર કરો, એને સ્યાદ્વાદ કહેવામાં આવે છે. જેવી
ક કેવલજ્ઞાની અથવા સિદ્ધ ભગવાનના શુદ્ધ આત્મોપયોગને મન માનવામાં કશો વાંધો નથી. જુઓ “ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ” ઉપરની યશોવિજયકૃત “ સ્યાદ્વાદકલ્પલતા ' વૃત્તિના ૩૩૯ મા પત્રના પ્રથમ પૃષ્ઠમાં
મનવાર થે વઢિનો દાન ? * * * * જીવો पयोगरूपभावमनःसद्भावाद् अयोगिनो . ध्यानम् "।
776.