________________
-પ્રકરણું, ]
SPIRITUAL LIGHT.
રીતે એકજ પુરૂષમાં પિતા, પુત્ર, કાકેા, ભત્રીજો, મામા, ભાણેજ વગેરે વ્યવહાર માનવામાં આવે છે, તેવી રીતે એક જ વસ્તુમાં–સ્પષ્ટીકરણુ માટે એક વિશેષ વસ્તુને ઉઠાવીને કહીએ તા–એકજ ટમાં નિત્યત્વ અને અનિત્યત્વ વગેરે વિરૂદ્ધરૂપે ભાસતા ધર્માં અપેક્ષાદષ્ટિએ સ્વીકાર કરવા, એ સ્યાદદદ ન છે.
. . એકજ પુરૂષ, પેાતાના પિતાની અપેક્ષાએ પુત્ર અને પેાતાનાં પુત્રની અપેક્ષાએ પિત, તેમજ પેાતાના ભત્રીજા અને ભાણેજની અપેક્ષાએ કાકા અને મામેા, વળી પેાતાના કાકા અને મામાની અપેક્ષાએ ભત્રીજો અને ભાણેજ બને છે; અને એ રીતે એકજ વ્યક્તિમાં પરસ્પર વિરૂદ્ધ દેખાતી બાબતાને પણ જૂદી જૂદી દૃષ્ટિએ માનવામાં દરેકને અનુભવ તૈયાર છે, તેમ, નિત્યત્વ અને અનિત્યત્વ વગેરે વિદ્ધરૂપે મનાતા ધર્માંતે પણ એક જ ઘટમાં જૂદી જૂદી અપેક્ષાએ કેમ ન માની શકાય ?.
:
"
"
એ પેહેલાં જાણવું જોઇએ કે ‘ ઘટ ’શી વસ્તુ છે ?. એકજ માટીમાંથી ઘડા, કું વગેરે અનેક પાત્રા ખતે છે, એ બધાએને સુવિદિત છે. ઘડા ફાડી તેજ માટીથી બનાવેલ કુંડાને કાઇ ધડા કહેશે નહિ. કેમ ?, માટી તેા એની એ છે?, પરન્તુ નહિ, આકાર બદલાયે હાવાથી તે ધડા કહેવાયજ નહિ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ધડે ' એ માટીના અમુક આકારવિશેષ છે. પરન્તુ એ ધ્યાનમાં રાખવું કે તે આકારવિશેષ, માટીથી તદ્દન જાÈા નથી. તે તે આકારમાં ફેરવાયલી માટીજ જ્યારે ડેા ’ હું'' વગેરે નામેાથી વ્યવહત થાય છે, તેા પછી ધડાના આકાર અને માટીને તદ્દન જૂદી કેમ માની શકાય ?. આ ઉપરથી એ ખુલ્લુ' જાહેર થાય છે કે · ધડા' ને આકાર અને માટી એ અને ઘડાનું સ્વરૂપ છે. હવે એ ઉભય સ્વરૂપમાં વિનાશી સ્વરૂપ કર્યું છે અને ધ્રુવ સ્વરૂપ કયું છે, એ વિચારી લઇએ– ધડાના આકાર ' એ તે વિનાશી છે, એ પ્રત્યક્ષ જોઇએ છીએ, એટલે ધડાનું એક સ્વરૂપ તે-જે ધડાના આકારવિશેષ છે, તે-વિનાશી યુ. હવે ધડાનું ખીજું સ્વરૂપ જે માટી છે, તે વિનાશી નથી, કારણ માટીના તે તે આકારા-પરિણામા બદલાયા કરે છે, પણ માટી તેા એની એજ રહે છે, એ આપણને અનુભવસિદ્ધ છે.
'
ઉપર કહ્યા પ્રમાણે ધડાનું એક વિનાશી અને એક ધ્રુવ, એમ ઉભય 777