________________
અધ્યાત્મતત્ત્વાલક, [ સાતમુંમિથ્યાત્વમેહનીય, સમ્યકત્વમેહનીય અને મિશ્રમેહનીય એ દર્શનમોહનીયના ત્રણ, તથા સોળ કષાય અને નવ નેકષાય એ ચારિત્રમોહનીયના પચીશ. અન્તરાયના પાંચ-દાનાન્તરાય, લાભાનરાય, ભેગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વર્યાન્તરાય. આ પ્રમાણે ઘાતિકર્મના ૪૭ ભેદે થયા. તેમાં કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, અનન્તાનુબંધી ચાર અપ્રત્યાખ્યાનાવરણ ચાર, પ્રત્યાખ્યાનાવરણ ચાર, મિથ્યાત્વ અને પાંચ નિદ્રા એમ વીશ પ્રકૃતિઓ સર્વઘાતિ-અને બાકીની સમ્યકત્વમેહનીય અને મિશ્રમેહનીય એ બેને જવઈ-પચીશ પ્રકૃતિઓ દેશઘાતિ સમજવી. જે પ્રકૃતિઓ પિતાના વિરોધી આત્મગુણને સર્વથા હણે, તે સર્વ ઘાતિ અને એકદેશે હણે, તે દેશઘાતી કહેવાય.
જેમ વાદળાંમાં સપડાયેલા સૂર્યને જળહળતો પ્રકાશ પણ વાદળાંમાંથી ઝાંખો નિકળે છે, અને તેજ ઝાંખા પ્રકાશ, અનેક છિદ્રવાળો પડદો લગાવેલા ઘરમાં વધારે ઝાંખો પડે છે, તેમ કેવલજ્ઞાનાવરણથી આછીદિત થયેલ કેવલજ્ઞાનાલોકની પ્રભા કેવલજ્ઞાનાવરણમાંથી પણ ઝાંખી ઝાંખી અવશ્ય બહાર નિકળે છે, પરંતુ તેના ઉપર પણ પડદા છે, એથી, અર્થાત અનેક છિદ્રવાળા પડદા જેવાં મતિજ્ઞાનાવરણ આદિ આવરણમાંથી પસાર થતી તે ઝાંખી પ્રભા બહુજ ઝાંખી પડી જાય છે. આ બહુ ઝાંખી પ્રભા એજ આપણું લેકેનું (છદ્મસ્થાનું) જ્ઞાન છે. આ જ્ઞાન
ક્ષાયોપથમિક” છે, અર્થાત તે ક્ષપશમથી પ્રકટ થનારું છે. આ ઉપરથી સમજી શકાય છે કે કેવલજ્ઞાનાવરણ જ્ઞાન-ગુણને મૂળમાંથી દબાવનાર હોવાથી સર્વઘાતિ છે અને મતિજ્ઞાનાવરણાદિજ્ઞાનના એક દેશનેઉધાય તે પ્રચલાપ્રચલા અને દિવસે ચિંતવેલ કામને જે અતિઘર નિદ્રામાં કરવામાં આવે તે સ્થાનદ્ધિ.
૧ સમ્યકત્વ ઉપર બીજા પ્રકરણના ૪૫ મા લેકની વ્યાખ્યામાં આપેલ લેખથી દર્શનમોહનીયના ત્રણ ભેદો વિદિત થઈ ગયા છે. * ૨ ચતુર્થ પ્રકરણના ૯ મા શ્લેક ઉપરની વ્યાખ્યામાંથી કષાયના ભેદ સંબધી જાણીતું થઈ ગયું છે.
૩ દાનાદિકમાં વિનભૂત કર્મ અન્તરાય કર્મ છે, એ વાત પણ પ્રથમ પ્રકરણના ચાદમા લેકની વ્યાખ્યામાં આવી ગઇ છે. ' ૪ આ બેને રવતંત્ર બંધ પડત નહિ હોવાથી ગણના કરી નથી,
762