________________
· અધ્યાત્મતવાલાક,
( સાતમુ
ક્યાખ્યા
મુક્ત અવસ્થામાં સર્વ કમેČની ઉપાધિ છૂટી જવાને લીધે શરીર, દન્દ્રિય અને મનના સથા અભાવ થવાથી જે અનિર્વાસ્થ્ય સુખમુક્ત આત્માએ અનુભવે છે, તે સુખની આગળ સમગ્ર ત્રિલોકીને - આનંદ બિન્દમાત્ર છે. ઘણાઓની આવી થતી શંકા સભળાય છે કે-મેક્ષમાં શરીર નથી, વાડી, લાડી, ગાડી નથી, તો ત્યાં સુખ શું હાઇ શકે ? પરન્તુ ખૂબ ધ્યાનમાં રાખવું જોઇએ કે શરીર, સુખની સાથે દુ:ખનુ પણ સાધન છે. માલ-મિષ્ટાન્ન ઉડાવવામાં જે મજા પડે છે, તેનું કારણ માત્ર. ભૂખની પીડા છે. આ વાત પ્રત્યક્ષ બેએ છીએ કે પેટ ભરાઇ ગયેલું હાય છે, ત્યારે અમૃતસમાન ભોજન પણ ગમતું નથી, ટાઢની પીડા દૂર કરવા જે વસ્ત્રો પહેરવામાં આવે છે, તેજ વસ્ત્રા, ગર્મીના સતાપ વખતે પહેરવાં ગમતાં નથી. બહુ ખેસવાવાળાને ચાલવાનું મન થાય છે અને બહુ ચાલવાવાળાને બેસવાનું-આરામ લેવાનું મન થાય છે. કામભોગ, શરૂઆતમાં જેવા અનુકૂલ ભાસે છે, અન્તમાં તેવેાજ પ્રાતકૂલ લાગે છે. આ બધી સંસારની સ્થિતિ શું સુખય છે ? કદાપિ નહિ. જે સુખનાં સાધને સમજાય છે, તે, માત્ર દુ:ખને શમાવવા સિવાય કઇ નવું સુખ ઉત્પન્ન કરનાર નથી. પાકેલું ગુમડું જ્યારે ફૂટી જાય છે, ત્યારે 'હા...શ ' કરીને જે સુખ અનુભવાય છે, તે સુખ યથાર્થમાં સત્ય છે? નહિ. માત્ર તે વેદનાની શાન્તિ છે. જો તે સુખ સાચુ' હ્રાય, તે જેતે ગુમડુ થયું નથી, તેને તે સુખાહ્વાદ કાં ન થાય ?.
'
ઉપરની હકીકતમાં એટલું વિશેષ ઉમેરીને યાદ રાખવુ' જોએ વિષયસેવનથી દુઃખની શાન્તિ જે અનુભવાય છે, તે પણ ક્ષણિક અને પરિણામે વિસ છે.
જે સ્વાસ્થ્ય મેળવવા માટે ખાવું, પીવુ’, હરવું, ફરવુ' વગેરે સંસારવત્તી જીવા કરે છે, તે સ્વાસ્થ્ય કરતાં અનન્તગણું સ્વાસ્થ્ય સિદ્ધ - ત્માઓને કર્મક્ષયથી સ્વતઃ પ્રાપ્ત છે. આ હકીકત ઉપરથી · મુક્ત આત્મા એમાં અનન્ત સુખ હાવાનું આપણું હૃદય કબૂલ કરે છે.
જેને ખુજલી આવતી હેાય, તેનેજ ખણવામાં ફાંઇક આનન્દ ભાસે છે, ખીજાંને તે તરફ રૂચિ શાની હોય? એ પ્રમાણે જેઓને માંહની
768