________________
મરણું. ]
SPIRITUAL LIGHT.
અંત આવે છે, જેનાથી આગળ જ્ઞાનની માત્રાને વધવાનું અટકી ગયું છે, એવા–સમ્પૂર્ણ જ્ઞાનની વિશ્રાન્તિને મેળવનાર જે પુરૂષ છે, તેજ સજ્ઞ છે, સંદર્શી છે; અને તેનું જે જ્ઞાન તે કેવલજ્ઞાન છે.
..
6
" 6
.
પ્રાચીન દર્શનશાસ્ત્રા મેાક્ષને માર્ગ બતાવવા માટે લખાયલાં છે; એમ એ શાસ્ત્ર જોવાથી માલૂમ પડે છે. મુનિ અક્ષપાદ ( ગૈતમ ) પેાતાના ન્યાયનૢશનમાં પ્રથમ સૂત્રની અંદરજ ‘ પ્રમાણ પ્રમેય વગેરે સેાળ પદાર્થાંના તત્ત્વજ્ઞાનથી મુક્તિની પ્રાપ્તિ બતાવે છે. ઋષિ કણાદ વૈશેષિક દન'માં દ્રવ્ય, ' ગુણ ' વગેરે સાત પાર્થીના તત્ત્વજ્ઞાનથી મુક્તિના લાભ જણાવે છે. એમ દરેક દર્શનકારાનું લક્ષ્ય મુક્તિની તરફેણમાંજ છે. જો કે મુક્તિના ઉપાયે દરેક દર્શીનશાસ્ત્રમાં જુદી જુદી રીતે મળે છે, પણ શુદ્ધ દૃષ્ટિએ વિચારતાં બધાએનુ તાત્પર્ય એક સરખુંજ માલૂમ પડે છે. અને તે એજ તાત્પર્ય છે કે સમ્યગ્નાનપૂર્વક સમ્યક્ ક્રિયા; અર્થાત્ શુદ્ધ ખેધ અને શુદ્ધ ચારિત્ર એ બંનેને સહયેગ એજ મુકિતને અસાધારણ ઉપાય છે. હું નથી સમજતા કે મુક્તિના ઉપાયની આમ વ્યાખ્યા કરવામાં કાઈને પણ વાંધા રહેતા હાય.
C
મુકિતના ઉપાયની જેમ મુક્તિના સ્વરૂપમાં પણ વિદ્વાનાની ભિન્ન ભિન્ન વાક્યતા જોવાય છે; પરન્તુ તેમાંથી પણ શુદ્ધ એક તાત્પ શોધી શકાય છે. દુઃખરહિત અને સ્વાસ્થ્યપૂર્ણ એવી શુદ્ધ નિર્મળ સ્થિતિને
:
મુક્તિ ’ કહેવામાં કાઇ પણ વિદ્વાન્ અરુચિ બતાવી શકે તેમ નથી,
અલબત કેટલાક વિદ્વાના મુક્તિ-અવસ્થામાં જ્ઞાન માનતા નથી; પરંતુ વિચારવું જોઇએ કે નાન ( કેવલજ્ઞાન ) એ દરેક આત્માનું સ્વાભાવિક સ્વરૂપ છે. સર્વ આત્મા જ્ઞસ્વભાવવાળા છે. આવી સ્થિતિ હાવા છતાં પણ સર્વ વિષયેાના સાક્ષાત્કાર સોંસારવી આત્માને જે થતા નથી, તેનું કારણુ એજ છે કે તે કેવલજ્ઞાન પ્રતિબન્ધકથી ( આવરણથી ) ખાયલુ છે. અગ્નિને જેમ ઉષ્ણુસ્વભાવ છે, તેમ આત્માના જ્ઞસ્વભાવ છે. છતાં પણ પ્રતિબન્ધકના સમવધાનમાં જેમ અગ્નિ દાહ કરી શકતી નથી, તેમ પ્રતિબન્ધકના સંસર્ગના કારણુથી આત્મા સર્વાં પટ્ટા773
૯૮