________________
મારણ ]
SPIRITUAL LIGHT. થવો જોઈએ ? કારણ કે અનાદિ વસ્તુને નાશ થતો નથી, એમ તક શાસ્ત્રિઓનું કહેવું છે, અને વિશ્વમાં પણ એમ અનુભવાય છે. આ પ્રશ્નના સમાધાનમાં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આત્માની સાથે નવાં નવાં કર્મો બંધાતાં જાય છે અને જૂનાં જૂનાં ખરી પડે છે. આવી સ્થિતિમાં કોઈ પણ અમુક કર્મવ્યક્તિ આત્માની સાથે અનાદિ-સંયુક્ત નથી, કિન્તુ જાદા જૂદા કર્મના સંયોગનો પ્રવાહ અનાદિકાલથી વહેતો આવે છે, એ સહજ સમજી શકાય છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે આત્મા અને આકાશના સંગની જેમ જે સંયોગ અનાદિ હોય છે, તે અનાદિ સંગિને નાશ કદાપિ હોઈ શકે નહિ, પરંતુ એ સિવાયના બાકીના સગ તે આખરે તૂટી જાય છે. આત્માની સાથે દરેક કર્મવ્યક્તિને સંગ આદિમાન છે; અતએ કઈ કર્મ વ્યકિત, આત્માની સાથે સ્થાયી સંયુકત રહેતી નથી, તે પછી શુકલધ્યાનના પ્રતાપે સર્વકને સમૂલ ક્ષય થ એમાં અઘટિત શું છે?
એ સિવાય, સંસારના મનુષ્યો તરફ દષ્ટિ કરતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે-ઘણા માણસેના રાગ-દ્વેષ અધિક પ્રમાણમાં હોય છે, જ્યારે કેટલાકના રાગ-દેષ ઓછા પ્રમાણમાં હોય છે. આવી રીતની. રાગ-દ્વેષની વધઘટ હેતુ વગર ઘટી શકે નહિ, એ સહજ સમજી શકાય છે; અને એથી માની શકાય છે કે વધઘટવાળી ચીજ, જે હેતુથી ઘટતી હોય, તે હેતુની પૂરી સામગ્રી મળ્યેથી તેને નાશ થાય છે. જેમકે, પિષ મહીનાની પ્રબલ ટાઢ બાલસૂર્યને મંદ મંદ તાપથી ઘટતી છતી વધુ તાપ પડેયેથી બિલકુલ ઉડી જાય છે. ત્યારે વધઘટવાળા રાગ-દ્વેષ દે જે કારણથી ઓછી થાય છે, તે કારણ, સંપૂર્ણરૂપમાં યદિ સિદ્ધ થાય, તે તેથી. તે સમૂલ નષ્ટ થાય, એમાં વાંધા જેવું શું છે? રાગ-દ્વેષને ઘટાડે શુભ ભાવનાઓના સતત પ્રવાહથી થાય છે અને એ જ શુભ ભાવનાઓ
જ્યારે વધારે મજબૂત થાય છે, અને ધ્યાનના સ્વરૂપમાં આત્મા જ્યારે નિશ્ચલ બને છે, ત્યારે રાગ-દ્વેષને સંપૂર્ણ ક્ષય થાય છે; અને એથી જ કેવલજ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે, કેમકે રાગ-દ્વેષનો ક્ષય થયેથી જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે કર્મોનો ક્ષય થઈ જાય છે. આખો
૧ જ્યાં જ્યાં કર્મને અનાદિ કહેવામાં આવ્યું છે, ત્યાં ત્યાં જતા જાદા કર્મના સંગનો પ્રવાહ અનાદિ સમજો. . . . . *
77