________________
અધ્યાત્મતવાલા,
આપણી નજર આગળ દેખાતી રહે છે. એક સ્ત્રીની કુક્ષિમાંથી એક સાથે ઉત્પન્ન થયેલ જોડલામાને-એક મહાન વિદ્વાન નીવડે છે, જ્યારે બીજે જિન્દગીભર મૂર્ખ જ રહી જાય છે. તે આ બધી વિચિત્રતાઓનું કારણ શું ? આ ઘટનાઓ અનિયમિત હોય, એમ બની શકે નહિ; કોઈ નિયામક-પ્રાજક અવશ્ય હે જોઈએ. આ ઉપરથી તત્ત્વજ્ઞાની મહાત્માઓ કર્મની સત્તા સાબિત કરે છે, અને કર્મની સત્તાના આધારે આત્મા સ્વતઃ સિદ્ધ થાય છે, કારણ કે આત્માને સુખ-દુઃખને અનુભવ કરાવનાર કસમૂહ આત્માની સાથે અનાદિકાળથી સંયુક્ત છે, અને એને લઈને આત્માનું સંસારમાં પરિભ્રમણ છે. કર્મ અને આત્માની ખાતરી થયેથી પરલકની ખાતરી માટે કંઈ બાકી રહેતું નથી. જેવાં શુભ યા અશુભ કાર્યો પ્રાણ કરે છે, તે પરલેક (પુનર્જન્મ) તેને પ્રાપ્ત થાય છે. જેવી શુભ યા અશુભ ક્રિયા કરવામાં આવે છે, તેવા પ્રકારની વાસના આત્મામાં સ્થપાય છે. આ વાસના શું છે ! એક પ્રકારને વિચિત્ર પરમાણુઓને જ. એને જ બીજા શબ્દમાં “કમ” કહેવામાં આવે છે. એટલે કર્મ એક પ્રકારના પરમાણુઓના સમૂહરૂપ છે, આવી રીતનાં નવાં નવાં કર્મો આત્માની સાથે જોડાતાં રહે છે અને જૂનાં જૂનાં કર્મો આત્માથી ખસતાં જાય છે. કર્મબન્ધને આધાર મને વૃત્તિ ઉપર રહેલું છે. સારા યા ખરાબ અધ્યવસાયથી બંધાતાં સારાં યા ખરાબ કર્મો પરલેક સુધી, અરે ! અનેકાનેક જન્મો સુધી પણ આત્માની સાથે ફલ બતાવ્યા વગર સત્તામાં સંયુક્ત રહે છે, અને ફલવિપાકના ઉદય વખતે સારાં યા માઠાં ફળને અનુભવ આત્માને કરાવે છે. ફલવિપાક ભોગવવાની જ્યાં સુધી અવધિ હોય, ત્યાં સુધી આત્મા તે ફળ અનુભવે છે, ત્યાર પછી તે કર્મ આત્માથી ખસી જાય છે.
ઉપર્યુક્ત યુક્તિ-પ્રમાણે દ્વારા આત્માની અને તેની જ સાથે કર્મ અને પુનર્જન્મની સિદ્ધિ જોઈ
જગત શી વસ્તુ છે?” એ વિચાર કરતાં તે માત્ર બે જ તત્વરૂપ માલુમ પડે છે. તે બે ત-જડ અને ચેતન છે. આ બે તત સિવાય સંસારમાં ત્રીજું તત્વ નથી. અખંડ બ્રહ્માંડના સમગ્ર પદાર્થોને આ બે તત્તમાં સમાવેશ થઈ જાય છે. જેમાં ચિતન્ય નથી, લાગણી નથી, તે જડ છે. તેથી વિપરીત–ચતન્યસ્વરૂપવાળે આત્મા છે. આત્મા,
66