________________
અધ્યાત્મતત્વાલક, [ બીજુંstands for environments of the karmic forces. The karmic knot stands for the abode of fears, attachment and aversion stand for two robbers. Now the traveller who could not fight against attachment and aversion, has to repeatedly revolve in the cycle of births and deaths. The second who succumbed to passions could not free himself from the knot. But the third who successfully subdued the passions reached the city of right attitude. (Jain Tattvādarsha ) ઉપસંહાર અને નિગમન,
એ પ્રકારે ગના પ્રથમ પગથિયા ઉપર આવવાના ઉમેદવારોએ કેવું વર્તન રાખવું જોઈએ, એ વાત સંક્ષેપમાં કહેવાઈ. આ માર્ગે સારી રીતે પ્રવૃત્તિ કરનારાઓ ક્રમેણ આગળ વધીને ગ્રન્થિને ભેદ કરી શકે છે; અને એ ગ્રન્થિને ભેદ થયેથી એઓ સમ્યકત્વ પ્રાપ્ત કરીને સમ્યગ્દષ્ટિ બને છે.”—૪૫ વ્યાખ્યા
“સમ્યકત્વ' શબ્દને અર્થ યથાર્થ તત્વદષ્ટિ થાય છે. સમ્યગ્દષ્ટિ, સમ્યગ્દર્શન, સમ્યકત્વ એ બધા એકાWક પર્યાય શબ્દો છે. એ વસ્તુ જેને પ્રાપ્ત થઈ હોય તે સમ્યક્તી, સમ્યગ્દર્શની, સમ્યગ્દષ્ટિ વગેરે શબ્દોથી ઓળખાય છે. જૈનશાસ્ત્રોમાં સમ્યકત્વનું સ્વરૂપ એવી સૂક્ષ્મ પદ્ધતિથી બતાવવામાં આવ્યું છે, કે જે જોતાં જૈનેતર વિદ્વાનેને બધું નવીનતા ભરેલુંજ લાગે. આપણે આ બાબતને લગાર ટૂંકાણમાં અહીં જોઈ જવી પડશે.
જૈનપ્રક્રિયા પ્રમાણે જોઈ ગયા છીએ કે કર્મના આઠ પ્રકારે છે, અને તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર
૧ સમ્યગુ (યથાર્થ ) દૃષ્ટિ છે જેની, તે, આમ બહુવ્રીહિ સમાસ કરીને. - ૨ જુઓ ! પ્રથમ પ્રકરણના ૧૪મા શ્લેકના વિવરણમાં,
302