________________
અધ્યાત્મતત્ત્વાલક.
[ ત્રીજુંcoveting and accepting gifts an ascetic, then why should a householder who also accepts gifts be not called an ascetic ? ( 59 ) ગૃહસ્થ અને સાધુની ભિન્નતા
ગૃહસ્થપણું અને સાધુપણું એ બે ભિન્ન અવસ્થાઓ છે. એ માટે જે પરિગ્રહધારી હાઈ કરીને મુનિ કહેવાય છે, તે વસ્તુતઃ મુનિ નથી. જેમ ગૃહસ્થ, મુનિ તરીકે મનાતો નથી, તેમ સાધુવેશધારી જો પરિગ્રહી હોય, તે તે મુનિ તરીકે માની શકાય નહિ. પરિગ્રહમાં ફસેલાને યદિ મુનિ માનવામાં આવે, તે ગૃહસ્થોએ શે અપરાધ કર્યો કે તેઓને મુનિ માનવામાં ન આવે ?”–૫૯
ભાવાર્થ સ્ત્રીને છેડવા માત્રથી સાધુધર્મની પ્રાપ્તિ થઈ ગઈ, એમ કદાપિ ન સમજવું. સાધુના પ્રતિષ્ઠિત આચારોને પાળવાથીજ સાધુધર્મની સિદ્ધિ થાય છે. ભારતવર્ષના સાધુઓને મોટો ભાગ શિથિલતાથી એટલે બધો ઘેરાઈ ગયું છે, કે તેઓએ ગૃહસ્થાથી પણ વધારે સાંસારિક ઉપાધિઓ માથે ઉઠાવી લીધી છે. હાથી, ઘેડા, ગાડી, ખેતર, મકાન, ખજાને વગેરે પરિગ્રહમાં આકંઠ ડૂબેલા મહંત-સાધુઓ અને ગૃહસ્થમાં કંઈ ફરક માની શકાય ખરે છે. સંસારવાસ (ઘરવાસ) છેડી સાધુ બન્યા, છતાં નગદ નારાયણના ફંદામાં આવી જવાય, તે વિચાર કરે કે સાધુપણું ક્યાં રહ્યું છે. દેલત રાખવા છતાં સાધુત્વ બચી રહેતું હોય, તે ગૃહસ્થોએ શું અપરાધ કર્યો, કે તેમને સાધુ ન કહેવાય ? બીજા પ્રકરણમાં બતાવેલ સાધુના આચારો તરફ દષ્ટિ કરતાં એ સિદ્ધ થાય છે કે દ્રવ્ય અને સ્ત્રીને સંસર્ગ સાધુને હોવોજ ન જોઈએ, એ બાબતમાં સર્વ ધર્મશાસ્ત્રોની એકવાક્યતા છે.
निन्द्यो गृही स्यादपरिग्रहत्वे निन्द्यो मुनिः स्यात् सपरिग्रहत्वे । द्रव्योपभोगे मदनप्रसक्तेरपि प्रचारस्य न दुर्वचत्वम् ॥ ६० ॥
A householder will deserve censure if he has no
398