________________
પ્રકરણ.]
SPIRITUAL LIGHT.
પ્રથમતઃ પ્રભુમંદિરમાં પ્રવેશ કરતાં પાંચ અભિગમ સાચવવાનું શાસ્ત્રકારે જણાવે છે–૧ સચિત્તવસ્તુને ત્યાગ, ૨ અચિત્તવસ્તુને ત્યાગ, ૩ એક વસ્ત્રનું ઉત્તરસંગ, ૪ પ્રભુસમક્ષ પહોંચતાં મસ્તક ઉપર હસ્તાંજલિ અને ૫ મનની એકાગ્રતા.
સચિત્તવસ્તુના ત્યાગની અંદર એટલું વિશેષ સમજી રાખવું કે ખેરાકમાં લેવાની કોઈ પણ વસ્તુ પ્રભુમંદિરમાં લઈ જવી ન જોઈએ. બાકી પ્રભુપૂજાનમિત્ત જળ-પુષ્પ-ફલાદિ વસ્તુઓ લઈ જવા માટે નિષેધ નથી. અચિત્તવસ્તુઓને ત્યાગ એટલે મોજડી, મોજાં, છત્ર, છત્રી, ચામર, મુકુટ, છરી, તરવાર વગેરે ચીજ મંદિરમાં પેસતાં બહાર મૂકવાની છે.
ઉપર્યુક્ત અભિગમ સાચવી પ્રભુમંદિરમાં પ્રવેશ કરતાં પ્રથમ અગ્રકારે “નિસીહી ” એમ ત્રણ વખત બોલવું. “ નિસહી'નું સંસ્કૃત રૂપ “નૈવિકી ” થાય છે. અગ્રદ્વારમાં પ્રવેશ કરતાં ગૃહવ્યાપારને નિષેધ થાય છે, એ સ્મરણમાં રહેવા માટે એ શબ્દ બેલવામાં આવે છે. ત્યાર પછી પ્રભુની જમણી બાજુથી ત્રણ પ્રદક્ષિણા * ફરી રંગમંડપમાં પ્રવેશ
૧ ભગવતીસૂત્રમાં પાંચ અભિગમે આ સૂત્રથી બતાવ્યા છે—
" सचित्ताणं दव्वाणं विउसरणयाए, अचित्ताणं . दव्वाणं विसरणयाए. एगलसाडिएणं उत्तरासंगकरणेणं चक्खुफासे अंजलिपग्गहेणं मणसो एगतीभावकरળ ” !
આની અંદર “વિતા રડ્યાળ વિસરાયાણ –એ પાઠને બદલે “મારા ત્રાળે અવસરચા–એ ઉલટો પણ પાઠ મળે છે. બંને પાડેને અર્થ એક બીજાથી ઉલટો છે. પ્રથમ પાઠને અર્થ-અચિત્તવસ્તુઓ મૂકીને ” એવો થાય છે, જ્યારે બીજા પાઠને અર્થ-અચિત્તવસ્તુઓને નહિ મૂકીને ” એવો થાય છે; પરન્તુ એ બંને પાઠ સંગત થાય છે. એમાં પ્રથમ પાને અર્થ તે સ્પષ્ટ છે અને જોઈ લીધું છે. બીજા પાઠને અર્થ-અચિત્તવસ્તુઓ નહિ મૂકીને” એમ જે થાય છે, તેને તાત્પર્યાર્થ એજ છે કે-શરીરપર પહેરેલા અલંકારે પ્રભુમંદિરમાં જતાં ત્યજવાના હેય નહિ. * પ્રદક્ષિણા આપવી એ પ્રભુનું બહુમાન છે. ભવભ્રમણ મટાડવાનું
697