________________
( અધ્યાત્મતત્તક. ' છ| મારૂતી ધારણમાં અતિપ્રબળ પવન, કે જે પહાડે અને સમુદ્રોને પણ ક્ષોભિત કરી દે, તે કલ્પવામાં આવે છે. ત્યાર પછી આ પવનથી કર્મરૂપ રજને ઉડાવવાનું ચિંતવી તે પવનની કલ્પનાને શાંત પાડવામાં આવે છે. - વારૂણી ધારણામાં ઈન્દ્રધનુષ્ય, વિજળી અને ગર્જના કરતા મેઘથી સંયુક્ત એવું આકાશ ચિંતવવામાં આવે છે. વરસાદ ધીમે ધીમે વરસી રહ્યો છે, મુક્તાફળ જેવાં સ્વચ્છ સુન્દર જળબિન્દુઓ પડી રહ્યાં છે અને એ જળપ્રવાહથી આકાશ ભરાઈ ગયું છે-આવી ચિન્તના કરી તે જળપ્રવાહથી કર્મરૂપ રજને જોવાનું વિચારવામાં આવે છે. - તત્રભૂ ધારણુમાં પિતાના આત્માને એકસિંહાસનસ્થિત દેદીપ્યમાન, સર્વ-પરમાત્મારૂપે વિચારવામાં આવે છે.
પાંચે ધારણાઓ જોઈ. આ પાંચે ધારણાઓને ઉદ્દેશ ફક્ત આત્મશુદ્ધિનેજ છે. પાંચે ધારણાઓમાં આત્મશુદ્ધિને લગતી જ ભાવના કરવામાં આવે છે. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ એ પાંચ તત્વે ચિંતવવાનું કારણ એજ છે કે એ પાંચ તો સાથે અત્યંત જોડાઈ ગયેલે આત્મા તે ભૂતથી પિતાનું ભિન્નત્ય નિહાળે. એ પાંચ તત્ત્વોથી આત્માનું ભેદજ્ઞાન પ્રકટ થવું એજ આ ધારણાઓને ઉદ્દેશ છે. પ્રથમ પાર્થિવી ધારણામાંજ આત્માને સિંહાસન પર બેસાડી પૃથિવીથી ભિન્ન ચિંતવવામાં આવે છે અને એથી મન ઉપર વિવેકજ્ઞાનનું અજવાળું પડવાથી મનની વૃત્તિઓ બહુજ પ્રશાન્ત બની જાય છે; બીજી ધારણમાં અગ્નિની કલ્પના કરીને કર્મપુજને બાળવાનું ધ્યાન કરવામાં આવે છે, તે પણ મનની નિશ્ચલતાને વધારે પુષ્ટિ આપે છે. ત્રીજી ધારણમાં વાયુથી કર્મરજને ઉડાવવાનું ચિન્તન પણ મનની ઉદાત્ત અને એકાગ્રવૃત્તિને બહુજ ઉત્તેજન આપનાર હેઈ કરીને આત્માનાં કર્મબન્ધનેને ઢીલાં પાડનાર બને છે. જેથી ધારણમાં જળપૂર્ણ આકાશની કલ્પનાઠારા કર્મરૂ૫ રજને સાફ કરવાનું ધ્યાન મન ઉપર અત્યંત અસર કરનાર થાય છે, અને પાંચમી ધારણામાં તે ઉક્ત ચારે ધારણાઓનો નિષ્કર્ષ એ આવે છે કે આત્મા પિતાને પરમાત્મા સમજવાની શુદ્ધ જ્ઞાનધારામાં રહે છે. '
- અથવા પાર્થિવ ધારણામાં કર્મરૂપ પૃથિવીને ઢગલે કરાય છે, બીજી આનેયી ધારણમાં તે ઢગલા ઉપર અગ્નિ મૂકવામાં આવે છે, અર્થાત તે