________________
, અધ્યાત્મતત્ત્વાલક,
શુકલયાનનો પ્રથમ ભેદ.
પૃથક્ પૃથક્ રીતે એક દ્રવ્ય સંબન્ધી જુદા જુદા પર્યાનું ચિત્તન કરવું, તે પૃથકત્વ-વિતર્ક કહેવાય. એને “વિચાર” વિશેષણ એટલા માટે આપ્યું છે કે એની અંદર શબ્દ, અર્થ અને પગનું સંક્રમણ થયાં કરે છે. એક શબ્દ ઉપર વિચાર કરી બીજા શબ્દ પર, એક અર્થ પર વિચાર કરી બીજા અર્થ પર અને મન-વચન-કાય પિકી એક યોગ પર સ્થિર રહી બીજા ગપર સંક્રમણ કરવું એને “વિચાર” (વિચરણ) કહેવામાં આવે છે.
એક દ્રવ્ય ઉપર ચિત્તને સ્થિર કરી તેના જુદા જુદા પર્યાય ઉપર એકાગ્ર ધ્યાન કરવું એ શુકલધ્યાનના પ્રથમ ભેદને અર્થ છે. ધર્મધ્યાનમાં બાહ્ય વસ્તુનું અવલંબન હોય છે, ત્યારે આ શુકલધ્યાનમાં કોઈ પણ વસ્તુનું અવલંબન હેતું નથી, ફક્ત મનની અંદરજ અમુક તત્ત્વ સ્થાપિત કરી તેના પયી તરફ ચિત્તપ્રવાહ ચાલે છે. આ ઉપરથી ધર્મધ્યાન અને શુકલધ્યાનનું પાર્થ અથવા પહેલાથી બીજાનું વિશિષ્ટ સમજી શકાય છે. ચિત્તની નિરૂદ્ધાવસ્થા ખરી રીતે આ શુક્લધ્યાનમાં પ્રાપ્ત થાય છે. શુકલધ્યાનમાં પ્રવેશ કરવાને અધિકાર વર્તમાન યુગના મનુષ્યોને નથી જ. અતિવિશિષ્ટશરીરધારીઓનેજ માટે એ ધ્યાન છે.
આઠમા ગુણસ્થાનથી શુકલધ્યાનના પ્રથમ ભાગ ઉપર આરોહણ કરાય છે. જેઓ શ્રેણુ ( ઉપશમણું યા ક્ષપકશ્રેણું) ઉપર આરોહણ કરે છે, તેઓ આ ધ્યાનમાં આરૂઢ થાય છે. બીજા શબ્દોમાં, આ ધ્યાનમાં આરૂઢ થવું, એજ શ્રેણી–અવસ્થા છે. આ અવસ્થામાં મેહને ઉપશમ યા ક્ષય થવા માંડે છે. મેહના ભેદોનો ઉપશમ-પ્રવાહ થતો જાય, એ *ઉપશમણું અને ક્ષય-પ્રવાહ થતું જાય, એ “ક્ષપકશું કહેવાય છે.
૪ ચોથા ગુણસ્થાનથી શ્રેણીને પ્રારંભ થવાને શાસ્ત્રોમાં જે ઉલ્લેખ છે, તે દર્શનમોહનીયકર્મના ઉપશમ યા ક્ષયને આશ્રીને.
ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન સુધીનાં ગુણસ્થાને પૈકી કોઈપણ ગુણસ્થાનમાં દર્શનમેહનીયને સર્વ કુંજ અને અનન્તાનુબન્ધી ચાર કષાય સર્વથા ઉપશાંત યા ક્ષીણ થઈ શકે છે. અતઃ દર્શનમેહને લગતી શ્રેણી ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા એ ચાર ગુણસ્થાનોમાં જ
782