________________
SPIRITUAL LIGHT.
વિચય' એટલે ચિત્તન. અપાય આદિ દશ બાબતેનું ચિન્તન કરવું તે ધર્મધ્યાનના પ્રકારો છે. આ દશ પ્રકારમાં અપાયરિચય, વિપાકરિચય, સંસ્થાનવિચય અને આજ્ઞાવિચય એ ચાર ભેદે તે જોવાઈ ગયા છે. ઉપાય-વિચય ધ્યાન પણ અપાયરિચયની અન્તગત જેવાઈ ગયું છે, બાકી રહ્યાં પાંચ. તેમાં જીવના સ્વરૂપસંબધી ચિન્તન કરવું તે જીવવિચય, અજીવન (ધર્માસ્તિકાય આદિ જડ પદાર્થોના) સ્વરૂપસંબધી ચિન્તન કરવું તે અજીવવિચ, વિનું વૈગુણ્ય ચિંતવવું તે વિરાગવિચય, સંસારની ભયંકરતા ચિંતવવી તે ભવવિચય અને સ્યાદ્વાદદષ્ટિસમેત ઉત્તમ પ્રમાણુ યુક્તિઓથી આગમની ઉપાદેયતા ચિત્તવવી તે હેતુવિચય.
બીજી રીતે ધ્યાનનાં ચાર આલંબન યોગશાસ્ત્રકારે બતાવે છે. આલંબનના ચાર પ્રકારેને લઈ ધ્યાનના ચાર ભેદો પડે છે. તે ચાર ભેદ– પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત.
પિંઠસ્થ ધ્યાન. પિંડસ્થ ધ્યાનની અંદર પાંચ પ્રકારની ધાર શુઓ કરવાની હોય છે. તે પાંચ ધારણાઓ- પાર્થિવી, આગ્નેયી, મારૂતી, વારૂણી અને તત્રભૂ .
પાર્થિવી ધારણમાં પ્રથમ ક્ષીરસમુદ્રને કલ્પવામાં આવે છે, ત્યાર પછી તે સમુદ્રની વચ્ચે એક સહસ્ત્રપત્રવાળું સુવર્ણવર્ણનું કમળ, તે કમળની મધ્યમાં મેટા પ્રમાણની Úરકાન્તિવાળી કણિકા (દાંટુ), અને ત્યાર પછી તે કર્ણિકાની મધ્યમાં સિંહાસન ગોઠવી તે ઉપર પોતાના આત્માને વિરાજેલ ચિંતવવામાં આવે છે. - આગ્નેયી ધારણમાં નાભિકમળની અંદર સેળપત્રવાળું કમળ ચિંતવાય છે, તે સેળે પત્ર પર સોળ સ્વરે અને મધ્યની કણિકામાં ૬ અક્ષર, જે મહામન્ત્ર છે, તે સ્થાપવામાં આવે છે. ત્યાર પછી એ મહામન્નરૂપ અક્ષરના રેફમાંથી ધીરે ધીરે ધૂમશિખા નિકળતી ચિંતવાય છે. બાદ આગના તણખા અને છેવટે અગ્નિની જવાળા વિચારવામાં આવે છે. આ જવાલા વડે, હૃદયમાં કલ્પેલું અધોમુખ કમળ, કે જેની આઠ પાંખડીઓ ઉપર આઠ કર્મો સ્થાપ્યાં છે, તેને બાળી નાંખ્યાનું વિચારેય છે. આ ઉપરાંત શરીરની બહાર પણ ત્રિકોણ અગ્નિ ચિંતવવામાં આવે છે, અને તે અગ્નિમંડળથી આન્તરિક મન્નાગ્નિ, ષડશપત્ર કમળ વગેરેને દગ્ધ કરી નાંખવાનું વિચારીને પછી તે અગ્નિને શાત પડયાનું ધ્યાવવામાં આવે છે..