________________
અધ્યાત્મતત્ત્વાલેાક.
[ v
.
આટલું કર્યાં પછી ગર્ભગૃહની બહાર બેસીને પાટલા ઉપર શુદ્ધઅક્ષત ચેાખાથી, ઉપર સિદ્ધિશિલાની આકૃતિ, વચ્ચે જ્ઞાન-દન-ચારિત્રની ત્રણ ઢગલીએ અને તેની નીચે · સ્વસ્તિક ’ આલેખવામાં આવે છે. સ્વસ્તિકની અંદર ચાર ગતિઓના ભાવ સમાયલા છે. એ બધાના સમુચ્ચિત ભાવા – એ ગતિએથી ત્રણ ઢગલી–જ્ઞાન, દર્શીન, ચારિત્રના સાધન દ્વારા મુક્ત થઇ સિદ્ધિ-શિલાને ( મેાક્ષને ) પ્રાપ્ત કરવાના છે. સ્વસ્તિકાઢિ ઉપર યથાશક્તિ ફળ વગેરે પણ મૂકવામાં આવે છે. એ મૂઆઁત્યાગનું સૂચન તથા અનાહાર ( મેાક્ષ ) પદની પ્રાર્થનારૂપ છે.
6
.
અહીં સુધીની તમામ ક્રિયા દ્રવ્યપૂજામાં સમાય છે. ત્યાર પછી દ્રવ્યપૂજાસ બન્ધિવ્યાપારનિષેધક નિસીહી ' ખેલીને વપૂજામાં પ્રવૃત્ત થવાય છે. દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજામાં વિશેષ સમય આપવાની જરૂર છે. દ્રવ્યપૂજા એ મનનાં અશુદ્ધ વાતાવરણાને હડાવવાનું સાધન છે. એજ કારણથી ગૃહસ્થાને માટે તે ભાવપૂજાનું સાધન માનવામાં આવ્યુ છે. આ ઉપરથી ફરીને એ યાદી આપવામાં આવે છે કે-સાધનને સાધ્ય માની લેવાની ભયંકર ભૂલથી સાવચેત રહેવું, અને સાધનની ભૂમિકા ઉચિત રીતે બાંધ્યા પછી સાધ્ય વસ્તુમાં અધિક ઉદ્યમ રાખવેા.
*
મન-વચન–શરીરની ચપળતા ઉપર અંકુશ મૂકી પરમાત્માના તરફ એકતાનહૃદય થઇ ભાવિવકાસ અને વૈરાગ્યેાલ્લાસસમેત પ્રભૃગુણુસ્મરણુ, સ્વપાપગાઁ અને ભગવત્પ્રણિધાન કરવું એ ભાવપૂજા છે.
'
ભાવપૂજામાં ‘ ચૈત્યવન્દન ' કરવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે—જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. પ્રભુસ્તુતિના શ્લેાકાદિ કહેવા, એ જધન્ય ચૈત્યવન્દન છે, મધ્યમ ચૈત્યવન્દન, હાલની પ્રવ્રુત્તિ પ્રમાણે– ચૈત્યવંદન ‘ નમુક્ષુણ્ણ ’ યાવત્ ‘ જયવીઅરાય ' કહી ઉભા થઇ કાઉસગ્ગ કરી સ્તુતિ કહેવી, તે છે, અને ઉત્કૃષ્ટ ચૈત્યવન્દન આ શુઇ વડે જે દેવવંદન કરાય છે, તે છે.
.
ચૈત્યવન્દન કરવા બેસતી વખતે પ્રભુને, ત્રણ વાર જમીન સાથે મસ્તક લગાવીને નમ·ાર કરતા (ક્ષમાશ્રમણ દેતા) પહેલાં ઉત્તરાસંગના છેડા વડે જમીનને જીયતનાપૂર્વક પ્રમાવાનું ધ્યાનમાં રાખવું,
700