________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ કું—
.
>
ણાના વિલય થતાં આત્મા એવી પ્રસન્નતા ઉપર પ્રાપ્ત થાય છે, કે જે પ્રસન્નતા, ધ્યાનને ઉચ્ચ મા, કે જેતે ‘ જ્ઞાનયેાગ ' કહેવામાં આવે છે, તેનું અસાધારણ સાધન બને છે. ક્રિયાયોગમાં શુભ અધ્યવસાયની શ્રેણી વિદ્યમાન હોવાથી ક્રિયાયોગ જ્ઞાનયોગગભિતજ હેાય છે. પરન્તુ દૂધ અને દૂધયુક્ત, એમાં જેટલે ફરક છે, તેટલેા ફરક જ્ઞાનયેાગમાં અને જ્ઞાનયેાગભત-ક્રિયાયેાગમાં દેખીતાજ છે. ‘ અપુન ન્ધક ’ યા ‘ માર્ગાનુસારી ' ની દશા પ્રાપ્ત થતાં કર્મ યાગનું ખીજવપન થઇ જાય છે; અને તે ચતુર્થ ગુરુસ્થાનમાં ઠીક ઠીક રીતે અંકુરિત થઇ, પાંચમા ગુણસ્થાનકમાં વધારે વિકસિત થઇ છઠ્ઠા ગુણુસ્થાનમાં બહુજ સુપલ્લવિત બને છે. છઠ્ઠા ગુણસ્થાનની પૂર્ણાહુતિમાં કર્મયોગની
૧ ચતુર્થાં ગુણસ્થાનમાં શાસ્ત્રોકતવિધિઅનુસાર શ્રાવકધર્મનાં ત્ર નહિ હાવા છતાં પણ તે તેમાં સામાન્ય રીતે કેટલેક દરજ્જે પ્રવૃત્તિ અવશ્ય રહે છે; આ બાબત ત્રીજા પ્રકરણમાં આઠ દૃષ્ટિના વિવરણમાં એકાદ એ સ્થળે કહેવામાં આવી ગઇ છે. ઈશ્વરપૂજન અને ગુરૂપૂજન તેા શાસ્ત્રવિધિ અનુસાર ખરાખર આ ગુણુસ્થાનમાં હાય છે સધભક્તિ અને શાસનપ્રભાવનાનાં કૃત્યો પણ આ ગુણુસ્થાનમાં ખરાખર આદરવામાં આવે છે. આ બધી દૃષ્ટિએ જોતાં ચતુર્થ ગુણસ્થાનમાં કર્મચેાગને ઠીક ઠીક અકુરિત થયેલા કહેવામાં જરાએ અત્યુક્તિ નથી.
૨ પંચમ ગુણસ્થાનમાં તે શાસ્ત્રવિધિઅનુસાર યેાગ્ય રીતે શ્રાવકધર્મનાં વ્રતા પાળવામાં આવે છે. ગુણસ્થાન મારેાહકાર કહે છે કે— ‘ધર્મપ્રતિમાત્રાત્રતાજનસમ્ભવમ્ ”—અર્થાત્ છ કમ, અગ્યાર +પડિમા અને શ્રાવકત્રતાના પાલન સુધી આ ગુણસ્થાનની હદ છે.
*
देवपूजा गुरूपास्तिः स्वाध्याय : संयमस्तपः ।
दानं चेति गृहस्थानां षट् कर्माणि दिने दिने " ॥
—દેવપૂજા, ગુરૂસેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન એ ગૃહસ્થાનાં નિત્યકર્ત્તબ્ધ ષટ્કમ છે. + અગ્યાર પરિમા ( પ્રતિમા ) ને માટે ચોગશાસ્ત્ર, પ્રવચનસારાહાર વગેરે ગ્રન્થામાં જોવું.
706