________________
'અધ્યાત્મતત્ત્વાલક, ને ત્રીજું ધૂમ છે, ત્યાં ત્યાં અગ્નિ છે, એવો કઈ ધુમવાનું પ્રદેશ નથી કે જ્યાં અગ્નિ ન હેય; આ જે ઘમ અને અગ્નિને સંબંધ, બીજા શબ્દોમાં કહીએ તે-ધૂમમાં રહેલો અગ્નિની સાથે રહેવાને જે નિશ્ચલ નિયમ, તે તર્કથી સાબિત થઈ શકે છે. એ નિયમને ન્યાયશાસ્ત્રિઓ “વ્યાપ્તિ' કહે છે. ધૂમમાં જ્યાં સુધી અગ્નિની વ્યાપ્તિને નિશ્ચય ન થયો હોય, ત્યાં સુધી ધમને દેખવા છતાં અગ્નિનું અનુમાન થઈ શકે નહિ, એ ખુલ્લી વાત છે. જેણે ધૂમમાં અગ્નિની વ્યાપ્તિને નિશ્ચય કર્યો છે, તે જ મનુષ્ય ધૂમ દેખી તે સ્થળે અગ્નિ લેવાનું ચોકકસ અનુમાન કરી શકે છે. આ હકીકતથી એ સ્પષ્ટ થાય છે કે અનુમાનને માટે વ્યાપ્તિનિશ્ચય થવાની જરૂર છે, અને વ્યાપ્તિનિશ્ચય તર્ક ઉપર આધાર રાખે છે.
બે વસ્તુઓ, અનેક જગ્યાએ સાથે રહેલી દેખવાથી એનો વ્યાપ્તિનિયમ સિદ્ધ થતો નથી, કિન્તુ એ બેને જુદી પડવામાં શો વાંધો છે,
એ તપાસતાં, વાંધે સિદ્ધ થતો હોય તો જ એ બંનેનો વ્યાપ્તિનિયમ સિદ્ધ થઈ શકે છે. આવી રીતે બે વસ્તુના સાહચર્યની પરીક્ષા કરવાને જે અધ્યવસાય, તે તર્ક છે. ધૂમ અને અગ્નિના સંબંધમાં પણ-“જે અગ્નિ વિના ધૂમ હોય, તે તે અગ્નિનું કાર્ય થશે નહિ, અને એમ થવાથી ધૂમની અપેક્ષાવાળાઓ જે નિયમેન અગ્નિની શોધ કરે છે, તે કરશે નહિ, આમ થતાં અગ્નિ અને ધમની પરસ્પર કારણ-કાર્યતા, જે લેપ્રસિદ્ધ છે, તે ટકશે નહિ”-આવા પ્રકારના તર્કથી જ તે બેની વ્યાપ્તિ સાબિત થાય છે; અને એ વ્યાપ્તિનિશ્ચયના બલથી અનુમાન કરાય છે; અતએવા તક” પ્રમાણ છે.
અનુમાન–જે વસ્તુનું અનુમાન કરવું હોય, તે વસ્તુને છોડી નહિ રહેનારા એવા પદાર્થનું, બીજા શબ્દમાં-હેતુનું દર્શન થવું જોઈએ, અને એ હેતુમાં અનુમેય (સાધ્ય ) વસ્તુની વ્યાપ્તિ રહ્યાનું સ્મરણ હોવું જોઈએ, ત્યારેજ કઈ પણ વસ્તુનું અનુમાન થઈ શકે છે.
જેવી રીતે, કઈ સ્થળે ધૂમની રેખા કઈ માણસની નજરે દેખાઈ. તે ધૂમની રેખા જોવાથી અને તે ધૂમમાં અગ્નિની વ્યાપ્તિ હેવાનું યાદ આવવાથી તે માણસને ઝટ તે સ્થળે અગ્નિ હોવાનું અનુમાન પુરે છે. १ " साधनात् साध्यविज्ञानमनुमानं विदुर्बुधाः ” ।
482