________________
અધ્યાત્મતત્ત્વાલક
ત્રીજુંહવે અહીં પ્રસંગતઃ ગૃહસ્થની દિનચર્યા ઉપર લગાર ટુંકમાં દૃષ્ટિ કરી જઈએ.
ચાર ઘડી રાત્રિ બાકી રહે ત્યારે ગૃહસ્થ નિદ્રામાંથી ઉઠી જવું જોઈએ. ઉડીને તરત પરમેષ્ઠિ સ્મરણ કરી પોતાના સ્વરૂપને વિચાર કરવો જોઈએ કે- હું કોણ છું ?, ક્યાંથી આવ્યો છું ?, કયાં જવાને ?, મારું કર્તવ્ય શું છે?” રજ ઉંઘમાંથી ઉઠવ્યા બાદ આવી વિપારણું કરવાથી સાધ્યબિન્દુનું સ્મરણ હમેશાં તાજું બન્યું રહે છે, અને એ બહુ સારી રીતે કર્તવ્યપરાયણ થઈ શકાય છે. મોહન દારૂણ હુમલા હામેથી બચવાને માટે આવી ચિન્તના અગત્યની છે. સંસારની ઉપાધિનાં કાર્યો તે હમેશાં ગળે વળગેલાં છે, પણ પિતાનું મૂળ નિશાન ચૂકવું ન જોઈએ. અજ્ઞ માણસ-આ કામ આજે પતાવી નાખવાનું છે ” “ફલાણું કામ કાલે કરવાનું છે” “અમુક કામ થડા વખત પછી કરીશ”—એમ સંસારની માયામાં અહનિશ ઝંખતે રહી મરણને ઉત્પાત ભૂલી જાય છે.*
આત્મચિન્તન કર્યા પછી સામાયિક, પ્રતિક્રમણ (પાપથી હઠવું તે પ્રતિક્રમણ, અર્થાત સધ્યા. તે પ્રાત:કાળે અને સાયંકાલે કરવામાં આવે છે.) યા જપ, સ્તોત્ર જે કંઈ પિતાની નિત્યક્રિયા કરવાની હોય, તે કરવી. હમેશાં નિયમસર પરમાત્માના નામનો શુદ્ધરીતે જપ કરવાથી પાપને બોજો હલકે થવાની સાથે ચિત્તની સ્વચ્છતા મેળવાય છે અને દુર્ભાગ્ય ક્ષીણ થાય છે. 1નિત્યક્રિયા કયો પછી પ્રભુમદિરે જવું. પરમાત્માનું દર્શન-પૂજન કરવું. હમેશાંથી દર્શન-પૂજન કરતા આવ્યા છતાં ફળસિદ્ધિ જોવાતી નથી, તેનું કારણ એ છે કે આપણું પ્રભુપૂજન વિધિયુક્ત થતું નથી. વિધિરહિત અને પ્રેમ વગરની ક્રિયા ગમે તેટલા કાળ સુધી કરવામાં આવે, પણ એથી ઉચ્ચ ફળની આશા શી રીતે રાખી શકાય ? પ્રભુ 'ભક્તિના ત્રણ વિભાગે પડે છે–સ્મરણભક્તિ, દર્શનભક્તિ અને સ્પર્શનભક્તિ. પરમાત્માનું મને ભવનમાં સ્મરણ કરવું તે સ્મરણશક્તિ, પરમાત્માનું દર્શન કર્યું તે દર્શનભક્તિ અને પરમાત્માની મૂર્તિને *" करिष्यामि करिष्यामि करिष्यामीति चिन्तया । मरिष्यामि मरिष्यामि मरिष्यामीति विस्मृतम् " ॥
612