________________
અધ્યાત્મતત્ત્વાલેાક.
[ ચેથુન
સમજી શકે છે કે-અત્યારે રાજદંડ ભોગવીએ છીએ, છતાં આપણાં સત્કૃત્યની જવાબદારી ઉડી ગઇ નથી. પુનર્જન્મ નહિ માનવામાં મનુષ્યના પગ ઠંડા પડી જાય છે. તેની ભાવના ઉન્નત થઈ શકતી નથી. વિત્તિના સમયે યા અપરાધ વગર ગુન્હો ભેાગવવા વખતે તે જગમાં સર્વત્ર અંધારૂં જુએ છે,
પુનર્જન્મના સિદ્ધાન્ત સ્વીકાર નહિ કરવાથી જગતની વ્યવસ્થામાં કેટલા ગોટાળા ઉભા થાય છે અને પુનર્જન્મને માનવામાં કેવાં પ્રમાણાને ટકા આપણને મળે છે, તે બધું ટૂંકમાં જોઇ ગયા.
પુનર્જન્મ આત્માને જ હોય છે, એ કઇ નવી વાત નથી. શરીર તે ચિતાગ્નિમાં ભસ્મ થતું સ્પષ્ટ જોઇએ છીએ, એ માટે શરીરના પુનર્જન્મ તા સભવેજ ક્યાંથી ? જે શરીર ભસ્મ થયું, તે શરીરના સર્વ પરમાણુઓ પુન: એકત્રિત થઇને પિંડ ઉભું કરે છે-એ પ્રકારે શરીરના પુનર્જન્મ માની શકાય નહિ; કેમકે મરી ગયેલે માણસ પુનઃ તેવીજ આકૃતિવાળા ઉત્પન્ન થતા જોવામાં આવતા નથી; અને એમ માનવામાં કશું પ્રમાણ પણ નથી.
આત્માની સિદ્ધિ થતાં પુનર્જન્મની અને પુનર્જન્મની સિદ્ધિ થતાં આત્માની સિદ્ધિ સ્વતઃ થઇ જાય છે. જ્ઞાન એ આત્માના ધર્મ છે. અને એથી આત્માની સત્તા સિદ્ધ થાય છે. શરીરના અમુક ભાગમાં જ્ઞાન રહે છે, એ વાત પ્રમાણથી વિરૂદ્ધ છે. જ્ઞાનતંતુએ એ અનુભવ-સ્મૃતિના ઉદય થવાનાં સાધન માની શકાય, પણ અનુભવ–સ્મૃતિની સત્તા તે જ્ઞાનતંતુઓમાં રહી છે, એમ તા માની શકાયજ નહિ. એમ માનવા જતાં મડદામાં પણ–જ્ઞાનતંતુએની વિદ્યમાનતા હેાવાથી-અનુભવ–સ્મૃતિની હૈયાતી હાવાની આપત્તિ આવી પડશે.
આમ્યન્તરી દૃષિઃ—
आत्मक्षेत्रे योगतः कृष्यमाणे सम्यग्रूपैः सन्ततं प्रौढयत्नैः । सम्पद्यन्तेऽनन्तविज्ञान वीर्याऽऽनन्दा नास्ते संशयस्यास्त्र लेशः ||२||
The spiritual field, if constantly tilled with (the plough of) Yoga with proper and deliberate efforts, yields endless knowledge, constant happiness and everlasting strength. There is not the least doubt about it. ( 2 )
44