________________
પ્રકરણ ] SPIR rTUAL LIGrr. વશ્યકતા છે. ઈન્દ્રિયોની ઉછુખલતાથી મનની ઉદ્ભુખલતા પુષ્ટ થાય છે. ઈન્દ્રિયદ્વારા મન પિતાની સત્તા જમાવે છે. પ્રસંગતઃ તેવા વિષયો ઈન્દ્રની હામે ઉપસ્થિત થતાં તેના ઉપર રાગ-દ્વેષ ન કરે, એજ મનોવશીકારનું પ્રમાણ છે; પરન્તુ એને માટે ઉપર કહ્યું તેમ પ્રથમતઃ ઈન્દ્રિના ચપલ વ્યાપાર ઉપર અંકુશ મૂકવાની ટેવ પાડવી જોઈએ. મનને બગાડનાર દક્તિ છે. ઇન્દ્રિયોથી મન સુધરે છે, એ અંશ અતિસ્વલ્પ છે, જ્યારે ઇન્દ્રિયોથી મનને બગડવાના પ્રસંગે સ્થળે સ્થળે, પદે પદે મળે છે. એ માટે ગૃહસ્થાઓ અને સાધુઓએ પણ જીવનના પ્રત્યેક પ્રસંગમાં બહુ સાવધાનતા રાખવાની જરૂર છે. . .
માણસને દુષ્ટ આદત પડી જાય છે, ત્યારે તે આદત મરણ સુધી તેને છેડો છોડતી નથી. સમજવા છતાં, શરીર દુબળું બનવા છતાં પણ પડેલી દુષ્ટ આદત માણસથી મૂકી શકાતી નથી. આવી દુષ્ટ આદતથી ઘેરાયલાઓને તે સાપણીના મુખમાંથી પોતાની જાતને મુક્ત કરવાની જે ઉમેદ હેય, તે તેવી આદતને ઝુરિત કરનારા સગોથી પિતાની ઇન્દ્રિયને બહુ જ દૂર રાખવી જોઈએ. જેમ સાપથી દૂર ભાગવા જેટલે ભય ઉત્પન્ન થાય છે, તેમ તેવી દુષ્ટ આદતને સ્ફરિત કરનારા સંગથી તેટલોજ ભય ઉત્પન્ન થવો જોઈએ. આવી રીતને ભય જ્યારે પ્રતિક્ષણ રહ્યા કરે, ત્યારે જ તેવા સંયોગને ઈદ્રિયોથી દૂર રાખવાનું બળ પ્રાપ્ત થઈ શકે છે; નહિ તે જાણી જોઇને તેવા સંયોગને મેળવવાની કોશિશ થતી જ રહે છે. શ્રી આદતથી માનસિક અને શારીરિક શક્તિઓ પાયમાલ કરનારાઓને વિશેષે કરીને આવું બળ પ્રાપ્ત કરવાની જરૂર છે. એજ એઓને કુસંસ્કાના નિરતરણનો ઉપાય છે; અન્યથા આ લોક અને પરલેક બનેથી ભ્રષ્ટ થવાની ભયંકર સ્થિતિમાં ઉતરવું પડશે.