________________
પ્રકરણ.] SPIRITUAL LIGHT. વિરાગ્ય ઉદ્દભવે છે, તે મેહગર્ભિત વૈરાગ્ય છે. આ વૈરાગ્યમાં જે કે આત્મશ્રેયની આકાંક્ષાને સંબન્ધ રહે છે, છતાં તે વૈરાગ્ય અજ્ઞાનવૃત્તિની સાથે સંબન્ધ ધરાવતા હોવાથી મેહગર્ભિત' કહેવાય છે. જે વૈરાગ્યથી આત્મય:સાધક માર્ગ ન પ્રાપ્ત થતાં વિપરીત માર્ગ પ્રાપ્ત થાય, તે વૈરાગ્યને મેહગર્ભિત વૈરાગ્ય કહેવામાં આવે છે. આ વૈરાગ્યથી આત્મશ્રેય માટે નિકળેલાઓ પિતાના ઉદેશને સાધી શકતા નથી. શી રીતે સાધી શકે ? ઉત્તર દિશા તરફના ગામ જવા માટે નિકળેલે દક્ષિણ દિશા તરફ ગમન કરે, તે તે શું ઇચ્છિત ગામને પહોંચી શકે ખરો ? એજ પ્રમાણે જે વૈરાગ્યથી, આત્મય માટે આત્મશ્રેયસાધક માર્ગમાં પ્રવૃત્તિ ન થતાં તેથી ફિલટેજ માગે પ્રવૃત્તિ થાય, તે તે વૈરાગ્ય મેહગર્ભિત વૈરાગ્ય સમજો.
- યથાર્થતત્ત્વજ્ઞાનપૂર્વક જે વૈરાગ્ય, સંસારથી તાત્વિક ઉગ ઉત્પન્ન કરી આત્મકલ્યાણના ઉગ્ય માર્ગે દોરે છે, તેને જ્ઞાનગર્ભવૈરાગ્ય કહેવામાં આવે છે. આજ વૈરાગ્ય વાસ્તવિક વૈરાગ્ય છે. આનાથી જ આત્મોન્નતિનો માર્ગ સિદ્ધ કરી શકાય છે. ઉપર કહેલ બે વૈરાગ્ય ( દુઃખગર્ભ અને મેહગર્ભ ) નામમાત્રથી વૈરાગ્ય છે, એનાથી પારમાર્થિક સિદ્ધિ થવાને સંભવ નથી. દુઃખગર્ભવૈરાગ્યનું ઉપર બતાવેલ સ્વરૂપ જોતાં આપણને તેના તરફ ઘણા ઉત્પન્ન થયા વગર રહેશે નહિ, પરંતુ બીજી રીતે જોઈએ કે એક ભૂખમરા માણસે ખાવા પીવાની લાલચથી દીક્ષા લીધી પણ દીક્ષા ગ્રહણ પછી સંસર્ગતઃ તેના હૃદયમાં સદ્વિચારનું સંક્રમણ થાય અને ધર્મ પ્રત્યે બહુમાન ઉદભવે, તે તે પોતાના આત્માની સિદ્ધિ બરાબર સાધી શકે તેમ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે દુઃખગર્ભ વૈરાગ્યથી દીક્ષા લેનારાઓમાંથી એવા પણ નિકળે છે કે જેઓને દીક્ષિત થયા પછી જ્ઞાનગર્ભવૈરાગ્ય પ્રાપ્ત થાય છે. + જેઓ દારિદ્રયના સંતાપથી દુઃખી છે અને એથી એમ સમજીને, કે “ આ દુઃખ વેઠયા કરતાં સંસાર છોડી સાધુ થવું સારું કે જેથી બંને ભવ સુધારી શકાય ”ગ્રહવાસ છોડી સાધુ થાય છે, તેઓનો તે વૈરાગ્ય દુઃખગભિત કહી શકાય નહિ, કારણ કે તેઓને “સાધુ ” થવાને ઉદ્દેશ પગલિક આનન્દ ઉડાવવાનું નથી,
* *જૈનકથાસાહિત્યમાં સંપ્રતિરાજાની પૂર્વભવની ભિખારી અવસ્થાનું ઉદાહરણ અને યાદ કરી જવું.
685