________________
પ્રકરણ. ] SPIRITUAL LIGHT. વ્રત ગૃહસ્થોએ સ્વીકારવાનું છે. આની અંદર બે અપવાદ છે. એક તે અપરાધી–ગુનેહગારને માફી બક્ષવાનું ન બની શકતું હોય, ત્યારે આ વ્રતનું બંધન નથી, એ, અને ઘર, ખેતર, પાદર વગેરેના આરંભસમારંભમાં ત્રસ જીવોની પણ હિંસા થવા છતાં આ વ્રતને બાધા આવતી નથી, એ.
આ ઉપરથી-“નિરપરાધી ત્રસ જીવોને સંકલ્પથી (બુદ્ધિપૂર્વકજાણી જોઈને ) ન હણવા ” એ પ્રથમ વ્રતને નિક" છે.*
આ વ્રતમાં સ્થાવર જીવોની હિંસાને અટકાવ નહિ હોવા છતાં પણ બનતાં સુધી તેની વ્યર્થ હિંસા ન થાય, એ તરફ ખ્યાલ રાખવાનો છે. એ સિવાય અપરાધીના સંબન્ધમાં પણ વિચારદષ્ટિ રાખવાની છે. સાપવિંછીના કરડવાથી તેને અપરાધી સમજી લેવા અને તેને મારવાની ચેષ્ટા કરવી એ બહુ ગેરવ્યાજબી છે. હૃદયમાં દયાની લાગણી પૂરી રહેવી જ જોઈએ, અને સર્વત્ર વિવેકદૃષ્ટિથી લાભ-લાભના વિચારપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. એજ ગૃહસ્થજીવનને શૃંગાર છે.
+દવું, પાડવું સળગાળવું વગેરે વ્યાપાર. * “ વશિત્વા વૃદ્વ હિંસા ૪ સુધી निरागस्त्रसजन्तूनां हिंसां सङ्कल्पतस्त्यजेत् " ॥ १ ॥
( હેમચન્દ્રાચાર્યકૃત યોગશાસ્ત્ર, દ્વિતીય પ્રકાશ. ) તે અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે-જૈનેને દયાસંબધી ઉપદેશ દુનિયાને બાયેલે બનાવનાર નથી, કિન્તુ જગતને વિવેકનો માર્ગ શિખવનાર છે. વ્યર્થ મારામારી-કાપાકાપી કરવામાં પોતાની શક્તિનો દુરૂપયોગ કરવો, એ તામસિક ક્રૂરતા છે. એથી દેશની પાયમાલી થવા સિવાય બીજું કશું પરિણામ આવતું નથી. બાકી તે સાત્વિકાર્યવાળા અનેક પુરાતન અને ઇતિહાસપ્રસિદ્ધ જૈન રાજા મહારાજાઓએ ( જેઓ મહાન શ્રાવક તરીકે ગવાયાં છે ) ઘણાં યુધ્ધ ખેડ્યાં છે; અને એવી રીતે રાજાઓ અને ગૃહસ્થોને પિતાની નીતિ-રીતિ પ્રમાણે વર્તવામાં જૈન દષ્ટિએ અટકાવે છેજ નહિ. સર્વ પ્રકારે અહિંસા પાળવાનું મહાવત સાધુઓને માટે છે. ગૃહ
499