________________
પ્રકરણ.1 SPIRITUAL LIGHT.
સમ્યકત્વને લગતી કેટલીક હકીક્ત ટૂંકમાં યાદ કરી જવી અહીં અસ્થાને નથી. ઉપશમશ્રેણીના વખતનું પથમિક સમ્યકત્વ અનન્તાનુબધી ( અતિતીવ્ર ) ક્રોધ-માન-માયા-લેભ કષાયો અને સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય એ સાતને ઉપશમ થવાથી પ્રકટ થાય છે; અને પ્રાથમિક સમ્યકત્વ, મિથ્યાત્વમોહનીય અને અનનાનુબન્ધી ધાદિકષાયના ઉપશમથી પ્રકટે છે. ક્ષાયિક સમ્યકત્વને માટે પણ સર્વોક્ત અનન્તાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વાદિ ત્રણ એ સાતને ક્ષય થવો જોઈએ છે. વર્તમાન પંચમ કાળમાં પથમિક, ક્ષાપશમિક અને ક્ષાયિક એ ત્રણે સમ્યક સંભવિત છે, પણ ઉત્પન્ન તે પૂર્વનાં બેજ થઈ શકે. ક્ષાયિકની નિષ્પત્તિ જિનકાલિક મનુષ્યોને માટે બતાવી છે. ક્ષાયોપથમિક સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક છાસઠ સાગરોપમની છે અને જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ક્ષાયિક સમ્યકત્વ અવિનાશી છે, પરંતુ ભવસ્થિતિની અપેક્ષાએ તેને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ સાધિક તેત્રીશ સાગરોપમ અને જઘન્ય અન્તર્મુહુર્ત છે. ઔપશમિક સમ્યકત્વને માટે જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિકાળ અન્તર્મુર્ત પૂર્વે બતાવી દીધું છે.
ક્ષાપશમિક સમ્યકત્વ ચેથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ( એ ચાર ) ગુણસ્થાનમાં જ પ્રાપ્ત હોય છે, ત્યાંથી આગળ નહિ,
પશમિક સમ્યકત્વ ચોથા ગુણસ્થાનથી લઈ અગ્યારમા ગુણસ્થાન સુધી હોય છે અને ક્ષાયિક સમ્યકત્વ ચેથા ગુણસ્થાનથી લઈ ચાદમા પર્યન્ત હેય છે. ( સિદ્ધિ અવસ્થામાં પણ છે. )
આખા સંસારમાં વધુમાં વધુ પાંચ વાર આપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરાય છે–એક તે પ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિ કાળે અને ચાર વાર ચાર વખત થનારી ઉપશમશ્રેણુઓના સમયે. (આખા સંસારમાં વધુમાં વધુ + ઉપશમણી ચાર વાર જ સંભવે છે ) ક્ષાપશમિક સમ્યકત્વ આખા સંસારમાં અસંખ્યશઃ પ્રાપ્ત થઈ શકે છે અને ક્ષાયિક એકજ વાર મેળવાય છે.
જૈનશાસ્ત્રકારે સંસારભ્રમણનાં સ્થાનભૂત ચાર ગતિઓ માને છે
+ ઉપશમની શ્રેણી તે ઉપશમશ્રેણ, મેહનીયકર્મના પ્રકારે ક્રમશઃ ઉપશમાતા જાય, તે ઉપશમના પ્રવાહને “ઉપશમણું નામ આપ્યું છે,
498