________________
પ્રકરણ ] SPRITUAL LIGHT. સમ્યકત્વ સમજી લેવું. અસંખ્યયવષયુષ્યવાળા મનુષ્ય સ્વર્ગ–નરકગતિમાંથી આવેલા હોતા નથી, કિન્તુ મનુષ્ય તિર્યંચગતિમાંથી જ આવેલા હેય છે. આવી સ્થિતિમાં, મનુષ્ય-તિર્યંચો ક્ષાયોપશામક સમ્યકત્વને લઈ ( કાર્મગ્રન્થિકમત પ્રમાણે ) વૈમાનિક ગતિ સિવાય અન્યત્ર નહિ જતા હેવાથી કાર્મગ્રન્થિકમતાનુસાર અસંખ્યયવર્ધાયુષ્યવાળા મનુષ્ય-તિર્યને પરભવનું ક્ષાયોપથમિક સમ્યકત્વ કયાંથી હોઈ શકે ? સંતી તિર્યએ પણ (કાર્મગ્રન્શિકના મત પ્રમાણે) પરભવનું ક્ષાયોપથમિક સમ્યકત્વ ધરાવી શકતા નથી, કેમકે ક્ષાપશમિક સમ્યકત્વને સાથે લઈ કોઈ પણ (દેવ, મનુષ્ય, તિર્યંચ યા નારક ) તિર્યંચગતિમાં આવતો નથી.
કર્મચશ્વિકના સિદ્ધાન્ત પ્રમાણે માનિક દેવતાઓ અને સંખ્યય વર્ષાયુષ્યવાળા સંસી મનુષ્યોએ બેજ વર્ગમાં પર-ભવનું ક્ષાપશમિક સમ્યકત્વ સંભવે છે; કેમકે મનુષ્ય સમ્યક્તયુક્ત કરીને જ્યારે વૈમાનિક દેવ થાય, ત્યારે તે દેવને તે પર-ભવનું સમ્યકત્વ છે. તેવી જ રીતે દેવ સમ્યકત્વયુક્ત મરીને મનુષ્ય થાય, ત્યારે તે મનુષ્યને તે પર-ભવનું સમ્યકત્વ છે. - ક્ષાયિક સમ્યકત્વ મનુષ્ય સિવાય અન્ય કોઈ ગતિમાં સ્વ-ભવનું હેતું નથી. ત્રણ નરકભૂમિના જેવો અને વૈમાનિક દેવોને ક્ષાયિક સમ્યકત્વ પર-ભવનું સમજવું. અસંખ્ય વર્ષાયુષ્યવાળા મનુષ્યો અને તિર્યોને પણ પર-ભવનુંજ ક્ષાયિક સમ્યકત્વ હોય છે. સંખ્યયવર્ષાયુષ્યવાળા (સંક્ષી) મનુષ્યને સ્વ-ભવનું અને પરભવનું એમ બંને પ્રકારે ક્ષાયિક સમ્યક હોય છે. જે મનુષ્ય વર્તમાનભવમાં ક્ષાયિક સમ્યકવિ પ્રાપ્ત , તેનું તે સ્વ-ભવનું છે અને પૂર્વભવથી લાવેલા મનુષ્યનું તે પરભવનું છે.
છેલ્લી ચાર નરકવાળાઓ, સંખ્યયવયુષ્યવાળા તિર્યો અને ભવનપતિ, વ્યન્ત-જ્યોતિષ દેવતાઓને ક્ષાયિક સમ્યકત્વ હોતું નથી. આ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલાં જે આગામી ભવનું આયુષ્ય બંધાયું હોય, તોજ તે ક્ષાયિકસમ્યકત્વવાળાને બંધાયેલા આયુષ્યવાળી વર્ષોના આયુષ્યવાળા કહેવાતા નથી. “પૂર્વ” એ જૈનપારિભાષિક શબ્દ છે. ૮૪ લાખને ૮૪ લાખે ગુણવાથી એક પૂર્વ થાય છે. એવા કરોડ પૂર્વેના આયુષ્યથી વધારે આયુષ્ય ધરાવનારા મનુષ્ય-તિય અસંખ્યયવર્ષાયુષ્યવાળા કહેવાય છે. ( જુઓ લેકપ્રકાશ, ૨૯ મે સર્ગ. ).
49ૐ