________________
પ્રકષ્ણુ, ]
SPIRITUAL LIGHT.
પ્રત્યક્ષથી ઉલટુ પરાક્ષ પ્રમાણુ છે. પરાક્ષ વિષયના અવમેધ પરાક્ષ પ્રમાણથી થાય છે. પરાક્ષ પ્રમાણના પાંચ ભેદે પાડવામાં આવ્યા છે—સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. પૂર્વે અનુભવ કરેલી વસ્તુની યાદી થવી, એ સ્મરણ છે. સ્મરણ, અનુભૂત વસ્તુ ઉપર ખરાબર પ્રકાશ નાંખે છે, અતએવ તે ‘ પ્રમાણ ’ છે.
'
“ તેજ આ
ખાવાઇ ગયેલી વસ્તુ, જ્યારે હાથ આવે છે, ત્યારે જ્ઞાન સ્ફુરે છે, તે પ્રત્યભિજ્ઞાન છે. પૂર્વે જોએલે માણસ જ્યારે ફ્રી મળે છે, ત્યારે “ સોયં રેવત્તઃ અર્થાત્ “ તે આ દેવદત્ત ” એવું જે પ્રતિભાન થાય છે, તે પ્રત્યભિજ્ઞાન છે.
એવું જે
.
,,
સ્મરણ થવામાં પૂર્વ થયેલ અનુભવજ કારણ છે, જ્યારે પ્રત્યલિજ્ઞાન થવામાં અનુભવ અને સ્મરણ એ ખતે ભાગ લે છે. સ્મરણમાં · તે ઘડા ’ એવું સ્ફુરણ થાય છે, જ્યારે પ્રત્યભિજ્ઞાનમાં તે આ ધડો ” એવા પ્રતિભાસ હાય છે. આથી એ બન્નેની ભિન્નતા સમજી શકાય છે, ખાવાયલી વસ્તુને દેખવાથી અથવા પૂર્વે દેખેલ મનુષ્યને જોવાથી ઉત્પન્ન થતા તેજ આ ' એવા જ્ઞાનમાં ‘· તેજ' એ ભાગ સ્મરણરૂપ છે, અને આ ’ એ ભાગ ઉપસ્થિત વસ્તુ કે મનુષ્યને દેખવારૂપ અનુભવ છે. આ અનુભવ અને સ્મરણુ એ તેના સંમિશ્રણરૂપ · તેજ આ ' એ અખંડ જ્ઞાન પ્રત્યભિજ્ઞાન ' છે.
'
6
"
કાઇ એક ગૃહસ્થે કદાપિ રાઝ જોયું ન્હોતુ. એક વખતે કાઇ ગેાવાળના કહેવાથી એને જ્ઞાન થયું કે ગાયના જેવુ રાઝ હાય છે. ક્રાઈ વખતે જંગલમાં ચક્કર મારવા ગયેલા તેને રાઝ હામે મળ્યું. શઝને દેખવાથી તેને ઝટ ગાયના જેવું જે હાય છે, તે’ એવી સ્મૃતિ (યાદી) આવી. એ સ્મરણુ અને આ ’ એવું રાઝનું પ્રત્યક્ષ દર્શીન, એ એના મિશ્રણરૂપ · તે જ આ રાઝ ’ એ વિશિષ્ટ જ્ઞાન જે થાય છે, તે પ્રત્યભિજ્ઞાન ' છે. આવી રીતે પ્રત્યભિજ્ઞાનનાં ઘણાં ઉદાહરણ છે.
<
ત—જે વસ્તુ જેનાથી જુદી પડતી નથી, જે વસ્તુ જેના વગર રહેતી નથી, એ વસ્તુને એની સાથે જે સહભાવરૂપ ( સાથે રહેવા રૂપ ) સબન્ધ છે, તે સબન્ધને નિશ્ચય કરી આપનાર ‘ તર્ક ’ છે. દૃષ્ટાંત તરીકેધમ, અગ્નિ વિના હાતા નથી–અગ્નિ વિના રહેતા નથી, જ્યાં જ્યાં
481