________________
અધ્યાત્મતત્ત્વાક.
[ ત્રીજું કેવલજ્ઞાનના પ્રાદુર્ભાવના ક્ષણથીજ
સાગકેવલી. ગુણસ્થાનની શરૂઆત થાય છે. આ ગુણસ્થાનના નામમાં જે “સાગ” શબ્દ મૂક્યો છે, તેને અર્થ “યેગવાળો ” થાય છે. યુગ એટલે શરીર વગેરેના વ્યાપારો. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ ગમનાગમનને વ્યાપાર, બેલવાને વ્યાપાર વગેરે વ્યાપાર રહ્યા હોવાથી તે સયોગ કહેવાય છે.
તે કેવલી પરમાત્માઓને આયુષ્યના અન્તમાં પ્રબલ શુકલધ્યાનના પ્રભાવે જ્યારે તમામ વ્યાપારને નિરોધ થઈ જાય છે, ત્યારે તે અવસ્થાનું ગુણસ્થાન–
અગિકેવલી. એ નામનું છે. અમેગી એટલે સર્વવ્યાપારરહિતસર્વ ક્રિયારહિત.
ઉપર જોઈ ગયા તેમ, ગુણણિઓમાં આગળ વધતો આત્મા, કેવલજ્ઞાન મેળવી અને આયુષ્યના અને અગી થઈ તત્કાલ મુક્તિ પામે છે.
દિ ગુણસ્થાને જોયાં. હવે અહીં પ્રશ્ન એ છે કે-પ્રથમ મિથ્યાષ્ટિ ગુણસ્થાન સૂમવનસ્પતિ સુધીના તમામ નીચી હદના જતુઓમાં પણ
જ્યારે માનવામાં આવ્યું છે, તે પછી પ્રસ્તુત શ્લોકમાં એમ કેમ કહેવામાં આવ્યું કે પ્રથમ દષ્ટિમાં પ્રાપ્ત થવાથીજ પ્રથમ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે ?.
પ્રશ્ન બરાબર છે. સમાધાન પ્રસ્તુત લેકના ચતુર્થ પાદથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આગામાં તમામ નીચી હદવાળા-સૂક્ષ્મ જન્તએમાં પણ પ્રથમ ગુણસ્થાન જે બતાવ્યું છે, તે સામાન્ય અપેક્ષાએ છે. અને તે સામાન્ય અપેક્ષા એજ કે સૂક્ષ્માતિસૂક્ષ્મ જતુઓમાં પણ કિંચિત ચિત માત્રા તે અવશ્ય ખુલ્લી રહેલી હોય છે. આજ અપેક્ષાથી સૂક્ષ્માતિસૂક્ષ્મ જીમાં પણ પ્રથમ ગુણસ્થાન સિદ્ધાન્તમાં માનવામાં આવ્યું છે.
આ સંબન્ધમાં કેટલાક આચાર્યોનું અપેક્ષાકૃત જુદું પણ કથન જોવાય છે. તેઓ કહે છે કે-લગાર પણ ઉન્નતિ દશામાંજ ગુણસ્થાનને પ્રયોગ કરવો સમુચિત છે. આમ ખ્યાલ રાખીને તેઓ કહે છે કેઅનાદિ અવ્યકત મિથ્યાત્વમાંથી બહાર નિકળી વ્યક્તિ મિથ્યાત્વબુદ્ધિને પ્રાપ્ત થવું, એ પ્રથમ ગુણસ્થાનક છે.
442