________________
અધ્યાત્મતત્ત્વાલક. ત્રીજુંવેચ્છુ ૨ અને પરત્રતસ્વનિર્ણવેચ્છુ અસર્વજ્ઞ એ ત્રણ સાથે વાદપ્રતિવાદના પ્રસંગમાં ઉતરી શકે છે, પણ સર્વજ્ઞ સાથે ઉતરી શકે નહિ.
આ પ્રમાણે જિગીષ સાથે સંબન્ધ રાખતા ત્રણ ભેદે, સ્વાત્મામાં તત્ત્વનિષ્ણુની સાથે સંબંધ રાખતા બે ભેદ, પત્રિતત્વનિર્ણવેચ્છ અસર્વજ્ઞ સાથે સંબંધ રાખતા ચાર ભેદે અને પત્રિતસ્વનિર્ણયપ્રવૃત્ત સર્વ સાથે સંબંધ રાખતા ત્રણ ભેદે, એમ બધા મળી બાર ભેદો વાદભૂમીના ઘટે છે.
જે વાદમાં વાદી યા પ્રતિવાદી તરીકે જિગીષ હોય, તે વાદ મધ્યસ્થ સભાસદ અને સભાપતિના સમક્ષમાં હેવી જોઈએ, જેથી ઉપદ્રવનો. પ્રસંગ ન ઉદ્ભવે. અએવ જિગીષુના વાદને ચતુરંગ (વાદી, પ્રતિવાદી, સભ્ય, સભાપતિ એ ચાર અંગોથી યુકત) બતાવવામાં આવ્યો છે. જ્યાં વાદી અને પ્રતિવાદી બંને તત્વનિર્થિનીષ (સ્વાત્મામાં તત્ત્વનિર્ણય ઇચ્છનાર અથવા બીજાને નિર્ણતતત્વ બનાવવા ચાહનાર) મળ્યા હોય, ત્યાં સભ્ય-સભાપતિની આવશ્યકતા હેતી નથી. કેમકે જ્યાં ખુદ વાદી-પ્રતિવાદી પિતજ તત્વનિર્ણય કરવા યા કરાવવાના ઉમેદવાર છે, ત્યાં કોઈ ઉપદ્રવને સંભવ હેયજ શાને કે જેથી સભ્ય, સભાપતિની જરૂર હોઈ શકે ? હાં એટલું છે કે અગર પરત્રતત્ત્વનિર્થિનીષ ક્ષાયાપશકિજ્ઞાની હામા પ્રતિવાદીના હૃદયમાં. યથાર્થ રીતે તત્વનિર્ણય ઉપર શ્રદ્ધા ન બેસાડી શકે, તે તેવા અવસરે મધ્યસ્થસભાસદોની હાજરી હોવી જરૂરી છે. જે વાદભૂમીમાં જિગીષ ન હોય અને સર્વજ્ઞ વાદી યા પ્રતિવાદી હોય, તે તે સ્થળે સભ્ય, સભાપતિની જરૂર પડતી નથી. અહીં એક પ્રશ્ન ઉભો થાય છે કે કોઈ એવો જિગીષુ અથવા પરત્રતત્વનિર્થિનીષ મનુષ્ય હેય ખરે કે જે સર્વ ને પણ યુક્તિ-પચેથી જીતવાની અથવા તેમને તત્ત્વજ્ઞ બનાવવાની ઇચ્છા રાખી તેમની સાથે વાદમાં ઉતરે. પરંતુ સમજવું જોઈએ કે મોહની દારુણતા સીમાવગરની છે. વિચિત્ર પ્રકૃતિના માણસોથી સંસાર ભરેલો છે, તે પછી ઉપર કહ્યો તેવો કોઈ માણસ નિકળે, એમાં અસંભવ જેવું નથી. સુપ્રસિદ્ધ વાત છે કે ભગવાન મહાવીરવામી જીતવા માટે ઈશ્વતિ (તમ , કેવા અહંકારપૂર્ણ આડંબરથી તેમની પાસે આવ્યા હતા . (પછીથી જે કે પ્રભુની મુદ્રા અને તેમનાં મધુર વચનેથી તે પ્રશાન્ત થયા) અસ્તુ.
476