________________
પ્રણ. 3. SPIRITUAL LIGHT. વાયુ અંદર આવે ત્યારે તેને અંદર રોકી રાખવો એ આન્તરકુંભક અને બહાર નિકળે ત્યારે તેને બહાર રેકી રાખવે એ બાહ્ય કુંભક. આન્તરકુંભક પૂરકસહિત અને બાહ્ય કુંભક રેચકસહિત હોવાથી એ બંને કુંભકે સહિત કુંભક નામથી ઓળખાય છે; પરંતુ રેચક અને પૂરક એ બેમાં એકને પણ સંસર્ગ ન હોય, ત્યારે તે કુંભક કેલકુંભક કહેવાય છે. પૂર્વોક્ત પ્રાણાયામનાં સૂત્રો પૈકી ત્રીજા સૂત્રમાં એજ કહ્યું છે કે બાસ્થવિષય જે રેચક અને આભ્યન્તરવિષય જે પૂરક, એ બેના ત્યાગપૂર્વક કરાતે જે કુંભક તે કેવળકુંભક *ચોથે પ્રાણાયામ છે. સહિતકુંભક સિદ્ધ કર્યા પછી કેવલકુંભક સાધવાને હોય છે. રેચક, પૂરક અને સહિતકુંભક એ ત્રણેનું પર્યવસાન અહીં આવે છે.
પ્રાણાયામની પ્રક્રિયામાં ઉપયુક્ત બાબતોને અંગે અને એ સિવાય પણ બીજું ઘણું જાણવાનું રહે છે, પરંતુ તે સર્વ હકીકતે અહીં નોંધવાની જરૂર જણાતી નથી. કારણ કે આ વિષય વાંચી જવા માત્રથી સફળ થતો નથી. આ વિષયનું ગમે તેટલું વિવેચન વાંચવામાં આવે, પણ પ્રક્રિયામાં મૂકવાની શિક્ષા તે તેવા અનુભવી સલ્લુરૂની સંગતિથી જ મળવાની, ચોપડીથી નહિ જ મળવાની. આ વાત ખાસ લક્ષમાં રાખવાની છે. વળી એ સમજી રાખવું જોઈએ કે ખાસ અનુભવી ગુરૂને યોગ વિના આ વિષયમાં પ્રવૃત્તિ કરવી, એ ખરેખર જોખમભરેલું કામ છે. આ વિષયના અભ્યાસીઓ બધા આત્મકલ્યાણકાંક્ષી હોય છે, એમ પણ સમજવાનું નથી. આ વિષયના અભ્યાસમાં નિપુણ બનેલાઓને મોટે ભાગએ વિદ્યાને પ્રાયઃ સંસારની મોજમજા ઉડાવવામાં દુરૂપયેગ કરે છે. પ્રાણાયામથી ચમત્કારિણી શક્તિઓ ઉત્પન્ન થતાં સંસારના ખાડામાં લથડી જતાં વાર લાગતી નથી. પવનને જય કરીને અદ્ભુત ચમકારે-નાડીવિજ્ઞાન, કાલજ્ઞાન વગેરે પ્રાપ્ત કરવા એ, જુદી વાત છે અને રાગ-દ્વેષાદિમળનું ક્ષાલન કરવું, એ અલગ વાત છે. આવી કષ્ટસાધ્ય દુર્ગમવિદ્યા સિદ્ધ કરીને પણ વિતરાગસ્થિતિ તરફ પગલાં ન ભરતાં રાગ-દ્વેષની ભયંકર ખાઈની અંદર ધસવામાં આવે. તે એ શું ઓછો ખેદને વિષય કહેવાય ?
“રે પૂર ચવા સુવં ચત્ વાયુધાળમા प्राणायामोऽयमित्युक्तः स वै केवलकुम्भकः "॥
–યાજ્ઞવલ્કયસંહિતા