________________
પ્રકરણ. ] SPIRITUAL Lickr. છે કે જેથી એને પણ ગુણશ્રેણિ” અથવા “ગુણસ્થાન” શબ્દ ઘટી શકે? એ સહજ પ્રશ્ન અહીં ઉભો થઈ શકે છે. આના સમાધાનમાં એમ સમજવું કે દરેક છો-સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને સહુથી નીચેની હદના. જીવોમાં પણ કિંચિત ચિત માત્રા તો અવશ્ય ઉજવળ રહેલી હોય છે, અને એ ગુણને લીધે મિથ્યાદષ્ટિને પણ “ગુણસ્થાન’ શબ્દ લાગુ પડી શકે છે.
સાસાદન ગુણસ્થાન-સમ્યગ્દર્શનથી પડતી અવસ્થાનું નામ છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી પણ ક્રોધાદિ અતિતીવ્ર કાયોને ઉદય થતાં પડવાનો વખત આવે છે. આ ગુણસ્થાન પડતીઅવસ્થારૂપ હોવા છતાં પણ તેની પૂર્વે સમ્યગ્દર્શનરૂપ અમૃતનું પાન થઈ ગયેલું હોવાથી આ ગુણસ્થાનવાળાને, “સંસારમાં કેટલે કાળ ભટકવાનું છે” એની અવધિ બંધાઈ ગઈ હોય છે.
મિશ્ર ગુણસ્થાન–આત્માના એવા વિચિત્ર અધ્યવસાયનું નામ છે કે એ ગુણસ્થાનવાળો સત્યમાર્ગ અને અસત્યમાર્ગ એ બંને ઉપર શ્રદ્ધાને ભાવ ધરાવે છે. અથવા જે દેશમાં ફક્ત નાળિએરનોજ ખોરાક હેય, અને એથી તે દેશના લોકોને જેમ, અન્ન ઉપર રાગ કે દ્વેપ ન થાય, તેમ આ ગુણસ્થાનવાળાને પણ સત્ય માર્ગ ઉપર રૂચિ કે વૈમનસ્યને પરિણામ હોતા નથી. બળ અને ગોળ સરખો માનવામાં જેવી મેહમિશ્રવૃત્તિ રહેલી છે, તેવા પ્રકારની મેહમિશ્રવૃત્તિ આ ગુણસ્થાનમાં મિથ્યાત્વને યા મિથાદષ્ટિગુણસ્થાનને ઉદ્ભવ થાય છે. અથવા પુજેથી વિભક્ત નહિ થયેલા અનાદિસ્વભાવસિદ્ધ દર્શનમોહના ઉદયથી મિથ્યાત્વ . યા મિથ્યાદૃષ્ટિગુણસ્થાન હોય છે.
૧ “આસાદન” એટલે અતિતીવ્ર (અનન્તાનુબી ) ક્રોધાદિ કષાય, તે કષાયોથી યુકત એ “સાસાદન” કહેવાય. ઉપશમસમ્યકત્વથી પડતી અવસ્થાને “સાસાદન” સંજ્ઞા આપી છે. એ અવસ્થાને પતત સમ્યકત્વ (પડતું સમ્યક્ત) કહી શકાય. ૨ “ નાચતર મુમૂતિર્વરવા-હાથોથા |
ગુણવો : સમાયોજે રસમયાન્તરં યથા” | " तथा धर्मद्वये श्रद्धा जायते समबुद्धितः । मिश्रोऽसौ भण्यते तस्माद् भावो जात्यन्तरात्मकः " ॥
(ગુણસ્થાનક્રમાહ. ) 439 .