________________
પ્રકરણું.]
SPIRITUAL LIGHT.
વ્યાખ્યા
રહ્મળ જળમિતિ ત્રણ –અર્થાત આત્મસ્વરૂપમાં વિચરવું–રમવું એ બ્રહ્મચર્ય છે. આ હદ સુધી પહોંચવાને માટે વીર્યનિરોધની પ્રથમ અગત્ય છે. એ માટે વીર્યનિષેધને પણ બ્રહ્મચર્ય નામ આપ્યું છે.
બ્રહ્મચર્યના બે વિભાગે છે. એક સાધુનું બ્રહ્મચર્ય અને બીજું ગૃહસ્થનું બ્રહ્મચર્ય. સાધુને માટે તે સર્વસ્ત્રીવિરમણરૂપ મહદ બ્રહ્મચર્ય છે, અને ગૃહસ્થને માટે સ્વસ્ત્રીસંતોષરૂપ લધુ (દેશતઃ ) બ્રહ્મચર્ય છે.
જેઓને આત્મોન્નતિની પ્રબળ આકાંક્ષા હોય છે તેઓ વિવાહ કર્યા વગરજ સંન્યસ્ત થઈને મુનિધર્મની આરાધના કરે છે. અને એ રસ્તે તેઓ શીધ્ર આત્મસિદ્ધિ સંપાદન કરી શકે છે. અહીં કોઈ કદાચ એમ કહેવા માંગે કે
“ પુત્રઢ વિનત્તિ સ્વ નૈવ = નૈવ ૨ ”
– પુત્રરહિતને કોઈ સારી ગતિ યા સ્વર્ગ મળતું નથી તે એ કથન નિતાન્ત અયુક્ત છે. કર્મવાદના સિદ્ધાતો સમજનારા આવાં કથનને પ્રમત્તપ્રલપિત માને છે. મનુસ્મૃતિકાર તે એ કથનનું ખંડન કરતાં કહે છે કે" अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम् । दिवं गतानि विप्राणामकृत्वा कुलसन्ततिम् " ॥ :
(પાંચમે અધ્યાય, ૧૫ શ્લેક) – અનેક સહસ્ત્ર અવિવાહિત-બ્રહ્મચારી બ્રાહ્મણપુત્રો કુલસંતતિ કર્યા વગર સ્વર્ગમાં ગયા.”
આ ઉપરથી એ નિઃસંદેહ વાત છે કે સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરવું એ સહુથી શ્રેષ્ઠ માર્ગ છે. સાધુ-મહાત્માઓ આ શ્રેષ્ઠ બ્રહ્મચર્યના અધિકારી છે. આમ છતાં પણ સાધુ જે પિતાના ધર્મથી ભ્રષ્ટ થાય, તે તેને માટે મનુસ્મૃતિમાં કહ્યું છે કે
377