________________
અધ્યાત્મતત્ત્વાલક,
[ ત્રીજું Therefore, the king should be saved from the arrows of cupid by making him put on the armour of brahmacharya. ( 47 ). વીયનું મહત્વ
વીર્ય એ શરીરનો રાજા છે, રાજા હણાઈ જાય, ત્યારે પુર (નગર અથવા શરીર)ની હાનિ થવી સ્વાભાવિક છે; માટે તે રાજાને બ્રહ્મચર્યરૂપ બાર પહેરાવી કામનાં બાણથી બચાવવો જોઈએ.”–૪૭ વ્યાખ્યા.
વિયે સમગ્ર શરીરમાં વ્યાપ્ત થઈ રહ્યું છે. શરીરની-શરીરના પ્રત્યેક અંગ-ઉપાંગની પ્રવૃત્તિ વીર્યના ઉપર આધાર રાખે છે. શરીરરૂપ ઇમારતને એકજ આધાર વીર્ય છે. આવી સ્થિતિમાં વીર્યના રક્ષણની કેટલી જરૂર છે, એ દરેક મનુષ્ય સમજી શકે તેમ છે. છતાં અનાદિમોહવાસનાને વશ થતાં મનુષ્યનું હૃદય એટલું નિર્બળ થઈ જાય છે, કે તે જાણી જોઈને પોતાની જાતને દુઃખના ખાડામાં ઘસડી જાય છે. વીર્યની પાયમાલી થતાં શરીરમાં કંઈ સત્ત્વ બચવા પામતું નથી. જેમ શેલડીને કાલુમાં પીલવાથી તેને રસ બહાર નિકળી જતાં માત્ર તેના કૂચાજ બાકી રહે છે, તેમ શરીરરૂપ શેલડીમાંથી વીર્યરૂપ રસ નિકળી જતાં શરીર શેલડીના કૂચા સમાન બની જાય છે. દહીમાંથી ઘી નિકળી જતાં પાછળ છાસરૂપે પાણી જ રહે છે, તેમ શરીરરૂપ દહીમાંથી વીર્યરૂપ ઘી નિકળી જતાં શરીરનું પાણી થઈ જાય છે. આ ઉપરથી શરીરની રક્ષા માટે વીર્ય સાચવવાની અગત્ય દરેક મનુષ્ય હૃદયમાં ખૂબ સમજી રાખવી જોઈએ. ઘણી વખત અગાધ શારીરિક બળ અને અત્યન્ત માનસિક બળ ધરાવનારા પૂર્વ મહાત્માઓનાં ચરિત્ર શ્રવણગોચર થતાં આપણને આશ્ચર્ય ઉત્પન્ન થાય છે, પણ સમજી રાખવું જોઈએ કે બ્રહ્મચર્યના પ્રતાપ આગળ કંઈ અસાધ્ય નથી. પચીશ ત્રીશ મણ બોજો ઉઠાવી લઈ જવો, લેઢાની મજબૂત સાંકળને આંચકે મારી તોડી નાખવી, જેસર ચાલી જતી મેટરને ઉભી રાખવી, પિતાની છાતી પર ગાડી ચાલી જવા છતાં આંચકે ન ખાવો, તથા એક એક કલાકમાં બર્સે ત્રણસો કે કંઠસ્થ કરી લેવા, કરેડે શ્લેક જેટલા ગ્રન્થ રચવા, ચતુરંગી મહાસભાઓમાં પ્રબળ
390