________________
અધ્યાત્મતત્ત્વાલક.
[ બીજું–“સેળ વર્ષ સુધી નહિ પહોંચેલી સ્ત્રીમાં પચીસ વર્ષની ઉમરને નહિ પ્રાપ્ત થયેલ પુરૂષ યદિ ગર્ભાધાન કરે, તે તે ગર્ભ કુક્ષિમાંજ મરણને શરણ થાય છે, અગર જન્મ લે તે તે વધુ વખત જીવતું નથી અને જીવે તે તેની જિન્દગી દુર્બળ અવસ્થામાં પસાર થાય છે.”
નહાની ઉમરમાં વિવાહિત થઈને શરીરના સત્વને જે નાશ કરવામાં આવે છે, અને અવિવાહિત છતાં ઉન્માર્ગે જે દુર્વર્તન આચરવામાં આવે છે, તે ખરેખર દુર્ભાગ્યને વિષય છે. આપણે જોઈ ગયા છીએ કે પચીસ વર્ષ સુધીમાં શરીરને બાંધે બંધાય છે, હવે એ ઉમર આવતા પહેલાંજ સત્ત્વનો ક્ષય કરે, એ કેવી શોચનીય બીના ? એમ કર્યોથી આગળ શી રીતે જીવી શકાશે ? શારીરિક આરામ શી રીતે લઇ શકાશે ? જગતના વ્યવહાર વચ્ચે શી રીતે ઉભા રહી શકાશે ? અરે ! જિન્દગીને તકલાદી બનાવવાની આ શી મૂર્ખતા ?. વીર્યને ક્ષય થયા પછી, યાદ રહે કે ગમે તેટલા માલતી, મકરધ્વજ, ચન્દ્રદય વગેરે રાસાયનિક પદાર્થો સેવવામાં આવે ગરમ ગરમ બદામના હલવા-શિરા ખાવામાં આવે અને મસાલાદાર કેસરીયાં દૂધ ખૂબ ગરમ કરીને પીવામાં આવે તે પણ શરીરને નષ્ટ થયેલ બાંધો ફરી બંધાવાને નથી. જેણે વીર્યને જાળવ્યું છે, તેને સૂકા રોટલા મકરધ્વજ સમાન છે અને જેણે પિતાના શરીરના મોભને ઉખાડી નાંખે છે, તેને માટે દિવ્ય પિષ્ટિક પદાર્થો પણ નિરર્થક છે, વિશ–પચીસ વર્ષની જવાની અવસ્થામાં જે શકિત હોવી જોઈએ, તે આજકાલના નવીન યુવકોમાં કવચિત જ દેખાય છે. આ શું એ છે ખેદને વિષય છે ? જેઓના ઉપર ભવિષ્ય હિંદના ચળકતા હીરા બનવાની આશા આપણે રાખી બેઠા છીએ, તેઓ જ યદિ હતવીર્ય થઈ ગયા હોય, દુર્બલદેહ બની ગયા હેય, કમરથી વળી ગયા હોય, પુસ્તકને ચશમા પાસે લાવીને વાંચી શકતા હોય, મુખની પ્રભા ઈ બેઠેલા હોય અને લગાર બજે ઉઠાવતાં શ્વાસોચ્છવાસની ધમણ ખેંચવા લાગી જતા હોય, તે પછી આ હિદે કયાં જઈને પોકાર કરવો ? કોની પાસે આંસુ રેડવાં છે.
વૃદ્ધવિવાહે પણ આ સમયમાં ભારે જુલ્મ ગુજારવા માંડે છે. પચાસ-સાઠસિતેર વર્ષના ડેકરાને બાર-તેર-ચૌદ વર્ષની બાળા સાથે સંબન્ધ કરતાં શું બિલ શરમ પણ નથી આવતી ? ઘણી વખતે ધનના મદમાં
888