________________
ત્રીજું
અધ્યાત્મતત્ત્વાલક, રીતે વાંકા નહિ હેઈ કરીને ચિપટા હોય છે. માંસાહારી પ્રાણિઓને બીજાને ફાડી ખાવા માટે વાંકા અને તીકણ નખ હોય છે, તેવા નખ મનુષ્યોને હોતા નથી. માંસાહારી પ્રાણિઓ બધા દિવસે છુપી જગ્યામાં જઈને ઉધે છે અને રાત્રિ પડતાં પોતાને ખોરાક શોધવા બહાર નિકળે છે, જ્યારે વનસ્પત્યાહારી દિવસે પિતાના આહાર માટે ઉદ્યમ કરે છે અને રાત્રે આરામ લે છે. આવી અનેક બાબતોથી સિદ્ધ થાય છે કે માણસનું પેટ મરેલા જીવોનાં મડદાં નાંખવા માટે નથી, કિન્તુ વનસ્પત્યાહારને માટે છે.
માંસાહાર કરનારાઓનાં હૃદય એવાં ક્રૂર બની જાય છે કે સ્વાભાવિક રીતે જે દયાની લાગણી મનુષ્યના આત્મામાં રહેવી જોઈએ તે તેઓને રહેતી નથી. માછલાં, બકરે કે પાડે જોતાં માંસલુબ્ધ માણસની ચિત્તવૃત્તિ માંસલોલુપ બની જાય છે. માંસાહારી માણસે પિતાની શારીરિક, આર્થિક અને ધાર્મિક એ ત્રણે જિન્દગીને પાયમાલ કરી નાખે છે.
માંસાહારથી શારીરિક નુકસાન.
ઘણું યુરોપીયન ડાકટરોએ એ સિદ્ધ કરી આપ્યું છે કે માંસમાં કેટલીક જાતના જીવડા હેય છે, અને તે જંતુઓ માંસ ખાનારના શરીરમાં દાખલ થઈ ખરાબ પરિણામ નિપજાવે છે. રોગવાળાં જાનવરોનું માંસ પણ રોગગ્રસ્ત જ હોય છે અને એવું માંસ ખાવામાં આવવાથી ખાનારના શરીરમાં પણ તે રોગનું સંક્રમણ થાય છે. બહુધા જાનવરોના રેગ એવા ગુપ્ત હોય છે કે ઘણી વખતે મોટા મોટા ડાકટરથી પણ તે તપાસી શકાતા નથી. આવાં જાનવરનાં માંસ માંસભક્ષીઓના ખાવામાં આવતાં તેઓના શરીરનું આરોગ્ય જાળવી શકાતું નથી કસાઈખાનામાં જે જાનવરે કાપવામાં આવે છે, તેમને ઘણો મોટો ભાગ રાગી જાનવરેનેજ હોય છે. પશુપાળકે પણ બહુધા પશુ રોગી થતાં તેને કસાઈને
ત્યાં વેચી મારે છે. આવી રીતે મોટે ભાગે રોગી જાનવરોનું માંસ પ્રચલિત હોવાથી માંસભક્ષક માણસ પિતાની તન્દુરસ્તી જાળવવા ભાગ્યવાન થઈ શકે ખરો કે ? વનસ્પત્યાહારમાં જેટલા પ્રમાણમાં પિષ્ટિક તત્વ રહેલું છે, તેટલા
350