________________
, અધ્યાત્મતવાલોક.
ત્રી. કુરાને શરીફમાં બકરી ઈદના દિવસે પણ જીવહિંસા કરવાનું નહિ ફરમાવતાં એમ ફરમાવવામાં આવ્યું છે કે –“માંસ કે લેહી મને પહેચશે નહિ, પણ એક પરહેજગારી પહોંચશે”
આવી રીતે મુસલ્માન ભાઈઓના ધર્મગ્રન્થમાં સ્થળે સ્થળે જવદયાનીજ પુષ્ટિ કરવામાં આવી છે, અને વાત પણ બરાબર છે કે જેમ આપણુ શરીરે કઈક ઘા લાગવાથી. આપણને વેદના અનુભવાય છે, તેમ જાનવરે પણ આપણા જેવાં પ્રાણી હોવાથી તેઓને મારતાં શું તેઓને વેદના નહિ થતી હોય ? આ માટે સર્વ ધર્મનેતાઓને એજ ઉપદેશ છે કે પિતાના આત્મામાં થતું દુઃખ વિચારીને કેઈ જાનવરને તક્લીફ પહચાડો નહિ.” - ઇબ્રાહીમ પેગંબરને અલ્લા તરફથી જ્યારે એમ કહેવામાં આવ્યું હતું કે તું તારી વહેલામાં વહેલી ચીજનો ભોગ મને આપ” ત્યારે તેમણે પોતાના એકના એક પુત્ર ઇસ્માઇલને ભોગ આપવા તૈયારી કરવા માંડી. પિતાની આંખે પાટા બાંધીને તેઓ તે છોકરાને જેટલામાં છરીથી મારવા જાય છે, તેટલામાં ઈશ્વરી શક્તિથી તે છોકરાને ઠેકાણે એક ઘેટું આવી ઉભું રહ્યું, અર્થાત કેઈ ફિરસ્તાએ તે છોકરાને ઉઠાવી લઈ તેની જગ્યાએ ઘેટું મૂક્યું. તે ઘેટું કપાઈ ગયું, છોકરે બચી ગયે અને પાછળથી તે ઘેટાને સજીવન કરવામાં આવ્યું.
આ ઉપરથી જેઓ ( જે મુસલ્માન ભાઈઓ) એમ સમજતા હોય કે છોકરાની જગ્યાએ ઘેટે મરવાથી ઘેટાની યા બકરાની કુરબાની કરવી જોઈએ, તે તે તદન ભૂલ ભરેલી વાત છે. સમજી રાખવું જોઈએ કે ઈબ્રાહિમ પેગંબરની પરીક્ષા કરવાની ખાતરજ અલ્લાએ તેમને તેમની અતિવલ્લભ ચીજને ભેગ ચઢાવવાનું કહ્યું હતું, પરંતુ હાલમાં જે કુરબાની કરવામાં આવે છે, તે શું અલ્લાની તેવી આજ્ઞાને અમલ કરવા માટે ? શું અલ્લાએ એમ ફરમાવેલું કોઈ બતાવી શકે તેમ છે કે મને અમુક દિવસે ઘેટા, બકરા યા બીજા જાનવરનો ભોગ આપ ?” કદાચ કઈ એમ માનતા હોય કે–અલ્લાનો એવો હુકમ છે કે દરેકે પિતાની હાલામાં હાલી ચીજ તેને ચઢાવવી જ જોઈએ, તે શું અત્યારે
* સુરાહજની ૩૬ મી આયતમાં.
848