________________
પ્રકરણ.
SPIRITUAL LIGHT.
One's own life ( Prāna) is the dearest thing to the embodied beings. For its sake alone, even sovereignty is discarded. Can we then conceive of any charitable act to expiate the sin of killing ? (11) પ્રસ્તુતનું દૃઢીકરણ—
tr
પ્રાણિઓને વલ્લભમાં વલ્લભ પોતાના પ્રાણા છે; એનેજ માટે મનુષ્યા સામ્રાજ્ય પણ ત્યજી દે છે; તે પછી એવું કયું દાન છે કે જે, હિંસાની હામે–હિંસાના પાપને મટાડવા સમર્થ થઇ શકે ?
-૧૧
વ્યાખ્યા.
અહિંસા, એ જૈનોને અને હિન્દુઓનાજ ધર્મ છે, એમ સમજવાનું નથી; મુસલ્ખાનાને પણ અહિંસાનુંજ પરિપાલન કરવાનું છે. કાઇ મુસમાનભાઇએ એમ સમજવાનું નથી કે હિંસા કરવાથી ખુદ્દા પ્રસન્ન થાય છે. ખુદાના તા એ ઉપદેશ છે કે—સર્વ જીવા ઉપર રહેમ રાખા ” કુરાને શરીફના પ્રારંભમાંજ ખુદાને રહીમ બતાવવામાં આવ્યા છે. તે ગ્રંથના શરૂઆતના- બિસ્મિલ્લાહુ રહિમાન્નુર રહીમ ” આ મંગળાચરણથી દરેક મુસક્ષ્માન ભાઇ સમજી શકે તેમ છે કેઅલ્લાતાલાને યાજ વ્હાલી છે. અલાતાલા કાઇ પ્રાણિવધને માંગતા નથી, કિન્તુ જીવરક્ષાનેજ ચાહે છે. લગાર વિચાર કરવાની વાત છે કે—ખુદા જ્યારે સર્વ જગા પિતા છે, તે જગની અંદરના પશુઓને! શું તે પિતા નથી ? જ્યારે તે બધા પ્રાણિઓના પિતા છે, તો તે કાઇ પણ પ્રાણી, કે જે પોતાના પુત્ર છે, તેને મારવાનું ફરમાવે ખરા ?. પોતાના કાઈ ( પ્રાણીરૂપ ) પુત્રને મરાતા તે પસ ંદ કરે. ખરા ?, ખરી રીતે જોઇએ તો ખુદાની હામે કાઇ પણ પ્રાણિતા વધ કરવાથી તે નાખુશજ થાય છે. જ્યારે આમ હકીક્ત છે, તો પછી કાઇ પણ દૃષ્ટિએ પશુને કતલ કરવા, એ વ્યાજખી લેખી શકાય ખરૂં ?.
કુરાને શરીફમાં ત્યાં સુધી ફરમાવવામાં આવ્યું છે કે— “ શકામાં તેની હદ સુધીમાં જીવહિંસા કરવી નહિ, + અને મક્કાની યાત્રાએ નિકળેા, ત્યારથી લઈને, યાત્રા કરી જ્યાં સુધી પાછા ન ફ્રા, ત્યાં સુધી કાઇ જાનવરને મારવા નિહ, ”
..
+ સુરાલમાયદ સિપારા, મજલ ૩ આયત ૩ માં.
345