________________
પ્રકરણ. ] SPIRITUAL LIGHT. પ્રકારની છે, તે પછી વિષયભોગમાં કીડાની જેમ રમવું, કઈ રીતે વ્યાજબી કહી શકાય ?”—૩૨,
નાના પ્રકારનાં સ્વાદિષ્ઠ રસવાળાં ભેજનેને આસ્વાદ કરતા રહેતાં યદિ મોક્ષ મળી જતો હોય તો બતાવો ! સંસારમાં ભ્રમણ કરનાર કોણ રહેશે?”-૩૩ मजयन्तरेण तपो द्रढयतिઅન્ના શરીર પ્રતિ વર્મમર્યાર્થિનો ગુનત્તર્યાદા अन्न प्रवेश्य यदि पोषणीया नान प्रवेश्यं यदि शोषणीयाः ॥३४॥
Enemies, very poweful in the form of karmic forces reside in this body. Food should be taken if they are to be nourished and avoided if they are to be ( dried ) destroyed. ( 34 ) પ્રકારાન્તરથી તપનુ દૃઢીકરણ–
શરીરની અંદર (શરીરરૂપ કિલ્લાની અંદર) અનન્ત બલ ધરાવનાર કર્મરૂપ શત્રુઓ ગાજી રહ્યા છે. તે દુશ્મનને પુષ્ટ કરવાને ઈરાદો હોય, તે શરીરરૂપ કિલ્લામાં અન્ન પહોંચાડવું, યદિ તેઓને શોષી. નાંખવાનો વિચાર હોય તે અન્ન ન પહોંચાડવું. ”–૩૪ ' ભાવાર્થ-જાણીતી વાત છે કે અન્ન ઉપર શરીરને આધાર - રહ્યો છે. સર્વથા અન્નના અભાવે શરીર ટકી શકે નહિ. આમ વિચા- * રતાં આ શ્લેક આલંકારિક પદ્ધતિઓ ઘડાયેલો સમજી શકાય છે; પરંતુ આ શ્લેકનું આલંકારિક શબ્દોમાં પણ વસ્તુસ્થિત્યા તાત્પર્ય એ છે કે-રસનેન્દ્રિયલુબ્ધ બનીને જે ખાનપાનમાં લંપટ થવામાં આવે છે, તે ખાનપાન, શરીરની અંદર આત્માને વળગી રહેલા ફર્મરૂપ શત્રુઓને પહોંચે છે, અને એથી તેઓ પુષ્ટ થાય છે; પરન્તુ અલુબ્ધ વૃત્તિથી–શરીરને ભાડુ આપવાની બુદ્ધિએ, એક ખાડો પૂરવાની દૃષ્ટિએ જે ખાનપાન લેવાય છે, તે, તે કર્મરૂપ શત્રુઓને પહોંચતું નથી, અને એથી તે શત્રુઓ નિબલ થતા જાય છે.
- 277