________________
અખાત્મતત્ત્વાલક, અથવા તુરછ છે. એવા સંકીર્ણપ્રેમવાળાએ પિતાના માનેલા પ્રેમી તરફ જે સ્નિગ્ધ લાગણી ધરાવતા રહે છે, તે સ્નિગ્ધ લાગણી સમસ્ત પ્રાણિઓ તરફ તેઓને હોતી નથી; આજ માટે એવા હલકા પ્રેમના ક્ષેત્રમાં નહિ ભટકતાં, જગત જેવડા મેટા પ્રેમના મેદાનમાં વિહરવું જોઈએ. સર્વ પ્રાણિવર્ગ ઉપર જ્યારે સમાન ભાવ–સરખી લાગણી ઉદ્ભવે, ત્યારે જ વિશ્વસેવાનું વ્રત પાળી શકાય છે.
પ્રેમની મર્યાદા જ્યારે અમુકજ હદમાં બંધાયેલી હોય છે, ત્યારે તે પ્રેમ ખરેખર બન્ધનરૂપ થઈ પડે છે, અને તેનું પરિણામ એ પણ આવે છે કે–ખાવું ભાવે નહિ, સુવું ફાવે નહિ અને હૃદયમાં દાહ થયા કરે. આવો સન્તાપપૂર્ણપ્રેમ સર્વથા હાનિકર્તા છે. એવા પ્રેમને ઉખાડી નાંખ્યા સિવાય કલ્યાણને રસ્તો છે જ નહિ. આવો પ્રેમ ખરેખર પ્રાણને હડહડતા કુતરા જેવો બનાવે છે અને દુ:ખના અંગારા ઉપર પટકે છે. જિન્દગીને દિવ્ય બનાવવાના ઉમેદવારે આવા તુચ્છ પ્રેમથી પિતાના વયને કાળું નહિ બનાવતાં વિશ્વવ્યાપક પ્રેમથી પિતાના આત્માને હવરાવ જોઈએ. સર્વ મનુષ્ય-સર્વ પ્રાણિઓ ઉપર એક સરખી પ્રેમની લાગણી ધરાવવામાં જ આત્માની ઉન્નતિ સમાયેલી છે. હૃદયને બ્રહ્માંડ જેવડું વિશાલ બનાવવાને માટે બ્રહ્માંડ જેવડે પ્રેમસમુદ્ર નિમણ કરવો જોઈએ. - એકદેશીય પ્રેમમાં જેટલી તવૃત્તિઓ ભરેલી હોય છે, તેટલી જ સાવિક વૃત્તિઓ સાર્વજનિક પ્રેમમાં સમાયેલી હોય છે. પરમાત્મા મહાવીર અને કેવલજ્ઞાનને પ્રાપ્ત થયેલા રામચન્દ્રજી વગેરે જે મહાપુરૂ થઈ ગયા, તેઓના હૃદયમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જન્તુથી લઈ ઇન્દ્ર પર્ય. નના તમામ પ્રાણુ વર્ગ ઉપર એકજ સરખે પ્રેમપ્રવાહ વહી રહ્યો હતો, અને એવાજ સાત્ત્વિક પ્રેમના પ્રતાપે તેઓ પિતાને ઉન્નત બનાવી શકયા. આત્માને પરમાત્મા બનાવવાનું સાધન સંસારમાં એક જ છે, આનનું મન્દિર યા સ્વર્ગનું વિમાન બ્રહ્માંડમાં એકજ છે, અને તે એજ કે સર્વ સમાન પ્રેમભાવ.
એકદેશીય પ્રેમ, એ જાળ છે, એમાં ફસાયેલો જતુ બેહદ કચ્છ ઉઠાવે છે; પરંતુ સાર્વજનિક પ્રેમની જાળમાં બધાઓએ બંધાઈ જવાની જરૂર છે. આવી સ્થિતિમાં મૂકાયા સિવાય કઈ પણ દેશની પૂર્ણ ઉન્નતિ
114