________________
. અધ્યાત્મતત્ત્વાલક
[ બ્રીતને બતાવવામાં આવે, તે એથી અનર્થ ઉત્પન્ન થાય છે. પ્રસ્તુત બાબત પણ આ ભલામણ સાથે ઘનિષ્ઠ સમ્બન્ધ રાખે છે.
- એ પક્કી વાત છે કે-જે વસ્તુતઃ દેવ નથી, તેને દેવ તરીકે મનાયજ નહિ; અને એજ માટે જ્યારે વિશેષદષ્ટિને પ્રકાશ થાય, ત્યારે બુદ્ધિપૂર્વક સત્ય દેવતાની જ પર્ય પાસના કરવી જોઈએ. એથી જ જ્ઞાનાવરણને વિલય થઈ શકે છે. મોહાવરણને છેદન કરવાનું સહુથી શ્રેષ્ઠ સાધન યથાર્થભગવદુપાસના છે. ચિત્તની એકાગ્રતા સાધવાને સહુથી સરસ માર્ગ ભગવદ્ભક્તિ છે. આ વાતને મહાત્મા પતંજલિ “ a
” એ યોગસૂત્રથી બહુ સારી રીતે પુષ્ટિ આપે છે. દેવનું યથાર્થ લક્ષણ શું છે, એ વાત આ પછીન લેકમાં જોઈશું. પરંતુ એ સ્મરણમાં રહે કે ભગવદુપાસનાના માર્ગમાં વચ્ચે કેટલાક કંટકે નડતર કરનારા આવે છે. પ્રથમ કંટક તે એજ છે કેયથાર્થ માં દેવ નહિ, પણ દેવ તરીકે મનાતા બીજા દેવતાઓ ઉપર ઈર્ષા યા બુદ્ધિ થવી ન જોઈએ. ગુણાધિકની પૂજા કરતાં નિર્ગણીપર દ્વેષ કરે, એમ કેાઈ શાસ્ત્ર ફરમાવતું નથી. સત્ય દેવની સેવા કરવાની સાથે બીજા દેવતાઓ ઉપર મધ્યસ્થભાવ રાખવો, એજ કલ્યાણકારી છે. એજ માટે: યોગીશ્વર શ્રીહરિભકસૂરિ ગબિન્દુમાં ફરમાવે છે કે
" गुणाधिकयपरिज्ञानाद् विशेषेऽप्येतदिष्यते ।
મન તણાં વૃત્તાધવેચે તથાssમનઃ ” ય ૧૨૦ છે. देवं लक्षयतिन रागरोषादिकदोषलेशो यत्रास्ति बुद्धिः सकलप्रकाशा । शुद्धस्वरूपः परमेश्वरोऽसौ सतां मतो 'देव' पदाभिधेयः ॥१५॥
The Supreme Soul who is free from an iota of faults Weaknesses of low nature ) as attachment, anger etc; whose knowledge is all-illumining and who is pure, is called the true God by the wise. (15)
2િ005