________________
અધ્યાત્મતત્ત્વાલેાક.
[ ખીજું
આ સ્થિતિ બહુજ શરમ ઉપજાવનારી છે. એક બીજા પર આક્રમણ કરીને પ્રભુના ચરણે કેસરનું ટપકું કરી લેવું અને એમ કરીને પૂજા પતાવી લેવી એ અજ્ઞાનતાનું ચિન્હ છે. સ્થિરતા હાય તો ગડદી એછી થવાની રાહ જોવી અને તેટલા વખત પ્રભુના ગુણાને ચિતવવામાં પસાવે. જો જલ્દી હાય, અથવા વધુ વખત એસી રહેવાનું નજ પાલવતું હાય, તે ભાવપૂજાથી આત્માને પવિત્ર કરવા. દ્રવ્યપૂજાનુ સાધ્ય ભાવપૂજા છે; અને અતએવ દ્રવ્યપૂજાને પ્રસંગ નહિ મળતાં કેવળ ભાવપૂજાથી ઉત્તમરીયા કૃતકૃત્ય થઇ શકાય છે.
પ્રભુની પ્રતિમાને અવલેાકતાં આપણને બહુજ મહત્ત્વતા ઉપદેશ મળે છે. પ્રભુની મૂત્તિનું પ્રત્યેક અંગ નિરખતાં આપણને ઘણુંજ શિખવાનુ પ્રાપ્ત થાય છે. પ્રભુનું પ્રસન્ન મુખકમળ આપણને પોતાના મુખને પ્રસન્ન રાખવાને પા શિખવે છે, પ્રભુની મધ્યસ્થ આંખા આપતે એમ સમજાવે છે કે તમે તમારી આંખને વિકારથી વેગળી રાખા. ' આવી રીતે પ્રભુ તરફ એકાગ્રભાવમાં વધવાથી મનુષ્યને પેાતાની આત્મસ્થિતિનું ભાન થાય છે, અને એથી કલ્યાણસિદ્ધિને મા તેને સુલભ થઇ પડે છે.
:
અહીં એક વાત તરફ ધ્યાન ખેંચવાની જરૂર જણાય છે કે પ્રભુની મૂતિ માં વિકાર, ભય કે મેાહનું ચિન્હ કર્યું હતું નથી, અને હેજી શકે પણ નહિ. કેમકે પ્રભુ જ્યારે વીતરાગ ( રાગાદિષનિમુક્ત ) છે, તો પછી તેની પ્રતિકૃતિમાં-તેના પ્રતિષ્ઠિમાં તેની મૂર્તિમાં રાગનું, દૂષતું કે માહનું ચિન્હ સભવેજ કયાંથી ?
પહેલાં આપણે આપણું લક્ષ્ય સ્થિર કરવુ જોઇએ. આપણુ લક્ષ્ય એ છે કે સંસારના સંતાપથી મુક્ત થવું, અર્થાત્ વીતરાગસ્થિતિએ પહોંચવું. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે વીતરાગ પરમેશ્વરની કેવી મૂર્તિ આપણને ઉપયેાગી થઇ પડે, એ દરેક વિચારક સમજી શકે છે. દિ વીતરાગ પરમાત્માની સ્મૃતિમાં સ્ત્રીને સમ્પર્ક હાય, તે તેવી મૂત્તિ આત્મશાંતિને માટે ઉપયાગી થઇ શકે નહિ. વસ્તુત: પ્રભુ જ્યારે વીતરાગ છે, તે તેની મૂર્તિમાં સ્ત્રીના સમ્બન્ધ લગાવવેા, એ તે નિતરાં અયુક્ત છે, એજ પ્રમાણે શસ્ત્ર કે માળાને પણ સમ્બન્ધ વીતરાગ
263