________________
પ્રકરણ ]
SPIRITUAL LIGHT. ઇશ્વર માનવામાં આવ્યું નથી. જૈનશાસ્ત્રો કહે છે કે-જે મુક્તિના માર્ગે યથાવત પ્રવૃત્તિ કરે, તે બરાબર મુક્ત થઈ શકે છે; અને મુક્ત થવું એજ ઈશ્વરત્વની પ્રાપ્તિ છે.
સર્વ સંસારી આત્માઓ કર્મોથી બદ્ધ છે. એમાંથી જે આત્માનાં કર્મબન્ધને છૂટી જાય છે—જે આત્મા કર્મોથી મુક્ત થાય છે, તે આત્મા “મુક્ત” થયો કહેવાય છે. મુક્ત શબ્દની આમ વ્યાખ્યા જોતાં ઈશ્વર પણ કર્મબન્ધનોથી મુક્ત થવા ઉપરજ “ મુક્ત ” કહી શકાય છે. જેને પૂર્વે કર્મબન્ધન કદાપિ હતું જ નહિ, તે કર્મબન્ધનથી મુક્ત થયો શી રીતે કહેવાય? અને અએવ તે “મુક્ત” શી રીતે કહી શકાય? ઈશ્વરનો કેાઈ અમુક વ્યકિતએજ ઠેકે લીધે છે, એમ વાત નથી. સર્વ આત્માઓ તત્ત્વતઃ–સ્વરૂપતઃ અનન્તશકિતમાન છે. એ અનન્ત શક્તિઓ
જ્યારે પ્રબળ પુરૂષાર્થથી વિકાસમાં આવે, ત્યારે તે આત્મા “ઈશ્વર” બને છે.
ઈશ્વરના સંબંધમાં જૈનધર્મને એક સિદ્ધાન્ત વિચારશીલ વિદ્વાનેનું વધારે ધ્યાન ખેંચે એવે છે. તે એ છે કે-ઈશ્વર જગતને ઉત્પાદક નથી. જૈનશાસા એમ જણાવે છે કે-કર્મસત્તાથી ફરતા સંસારચક્રમાં નિપ–પરમવીતરાગ અને પરમકૃતાર્થ એવા ઈશ્વરનું કર્તુત્વ કેમ બની શકે? દરેક પ્રાણીનાં સુખ–દ ખો તેની કર્મસત્તા ઉપર આધાર રાખે છે. વીતરાગ ઈશ્વર, ન કેઈના ઉપર પ્રસન્ન થાય છે કે ન કોઈના ઉપર રુષ્ટ બને છે. પ્રસન્ન થવું કે રષ્ટ થવું, એ વીતરાગસ્થિતિએ નહિ પહેચેલા-નીચી હદવાળાઓનું કામ છે.
આ વિષયના સમ્બન્ધમાં કંઈક વધુ વિચારો રજુ કરવા મારૂં ભય હદય મને પ્રેરે છે.
સહુથી પહેલાં એ જોવાનું છે કે ઈશ્વર શરીરધારી છે યા શરીરરહિત ? ઈશ્વર શરીરધારી હોય, એ તે બુદ્ધિમાં આવી શકતું નથી. કેમકે શરીરની પ્રાપ્તિ કર્મસમ્બન્ધને આધીન છે, એમ દરેક શા ફરમાવે છે, જ્યારે ઈશ્વર સર્વ કર્મોથી નિમુક્ત છે, એ માટે ઈશ્વર શરીરધારી ઘટી શકતા નથી. ત્યારે ઈશ્વર શરીરરહિત છે, એમ સુતરાં સિદ્ધ થાય છે. હવે આપણે એ જોવાનું છે કે શરીરરહિત અર્થાત અમૂર્વ એવા
251